Mysamachar.in-ગાંધીનગર:
ટીમ ગાંધીનગર એસીબીને ખાનગી રાહે એવી હકીકત મળેલ કે, જિલ્લા જમીન દફતરની કચેરી, કલેકટર કચેરી બિલ્ડીંગ, ગાંધીનગર ખાતે રી-સર્વે રેકર્ડ પ્રમોગલેશન અન્વયે આવેલ અરજીઓમાં ક્ષતિઓ સુધારવા અંગેની કામગીરી કરવા સુધારો કરી ઝડપી નિકાલ કરવા અધિકારી અને કર્મચારીઓ દ્વારા અરજદારોની આવેલ રી-સર્વે ની અરજીઓમાં ક્ષતિઓ સુધારી ઝડપી નિકાલ કરવાના અવેજ પેટે રૂ.50,000/- થી રૂ.1,00,000/- સુધીની સુધીની લાંચની માંગણી કરી, સ્વીકારતા હોય છે. જે મળેલ હકીકતની સત્યતા તપાસવા સારું રી-સર્વે કામની અરજી આપેલ અરજદારનો સંપર્ક કરી, ડિકોયર તરીકે સાથ સહકાર મેળવી, ડિકોયરની રી-સર્વેના કામની અરજીમાં ક્ષતિઓનો સુધારો કરી ઝડપી નિકાલ કરવા જિલ્લા જમીન દફતરની કચેરીના અતુલ કુમાર કનૈયાલાલ વ્યાસ, સિનિયર સર્વે હેડકવાટર આસિસ્ટન્ટ (શિરસ્તેદાર) વર્ગ-3, જિલ્લા જમીન દફતરની કચેરી, કલેકટર કચેરી બિલ્ડીંગ, સેક્ટર 11, ગાંધીનગર ડિકોયરએ સંપર્ક કરતા આરોપીએ ડિકોયર પાસે 1 લાખની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ડિકોયર આપવા માંગતા ના હોય, છટકા દરમિયાન ડિકોયર સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ 1 લાખ સ્વીકારી, પકડાઈ જતા એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.