mysamachar.in-જામનગર
રાજ્યમાં હાલમાં હડતાલની મોસમ ચાલી રહી છે,વિવિધ ક્ષેત્રના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે,ત્યારે સતત બીજા દિવસે ચાલી રહેલી એસટી કર્મચારીઓની જામનગરની હડતાલમાં આજે કર્મચારીઓ એવા તો રોષે ભરાયા કે અર્ઘનગ્નઅવસ્થામાં ભીખ માંગી સરકાર વિરુદ્ધ સૂત્રોચારો કર્યા,તો એનએસયુઆઈ એ પણ વિદ્યાર્થીઓના હિતમાં એસટીકર્મીઓ ને ટેકો આપી એસટી ડેપો ખાતે પહોચ્યા હતા,
બે દિવસ ની રાજ્યવ્યાપી હડતાલમાં જામનગર એસટી વિભાગના કર્મચારીઓ પણ જોડાયા છે,જામનગર ડીવીઝન હેઠળના ૧૩૦૦ કર્મચારીઓ પોતાની પડતર ૧૩ માંગણીઓ ને લઈને હડતાલ પર જોડાઈ જતા ૧૦૫૪ રૂટ અને ૨૬૬ બસો બંધ પડી જતા મુસાફરોની હાલત પણ કફોડી થઇ જવા પામી છે
ત્યારે હડતાલના બીજા દિવસે આજે જામનગર એસટીના કર્મચારીઓ અર્ઘનગ્ન અવસ્થામાં ભીખ માંગી અને વિજય રૂપાણી હાય હાય…અને નીતિન પટેલ હાય હાય..ના સુત્રોચ્ચારો કરી અને સરકારના નામના છાજીયા લઇ અને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો,આજે કલાકો સુધી આ જ રીતે એસટીના કર્મચારીઓ એ પોતાનો આશ્ચર્યજનક વિરોધ દર્શાવી પોતાની માંગણીઓ પ્રત્યે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી..
તો જયારે એસટી ડેપો ખાતે કર્મચારીઓ અર્ઘનગ્ન અવસ્થામાં ભીખમાંગી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા હતા,ત્યારે જામનગર એનએસયુઆઈ અને યુથકોંગ્રેસના કાર્યકરો પણ ડેપો ખાતે પહોચ્યા અને વિદ્યાર્થીઓના હિતમાં આ હડતાલ ઝડપભેર પૂર્ણ થાય તે માટે આંદોલનકારી કર્મચારીઓને ટેકો આપી અને એસટી ડેપો મેનેજર ભાગી છુટતા તેની ખાલી ખુરશી ને આવેદનપત્ર આપી હડતાલને ટેકો જાહેર કર્યો..
આમ એક તરફ સરકાર વિવિધ કર્મચારીઓની હડતાલ માત્ર નિવેદનબાજી કરીને સંતોષ માણી રહી હોય એવામાં કર્મચારીઓની હડતાલને કારણે રાજ્યના નાગરિકોને પરેશાનીનો પાર નથી તે પણ નરી વાસ્તવિકતા છે.