Mysamachar.in-અમદાવાદ:
રાજ્યની મોટાભાગની સરકારી કચેરીઓમાં બધા નહિ પણ કેટલાય સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ એવા છે કે જે ટેબલ નીચેનો વહીવટ ના લે તે પહેલા કા તો કામ કરતા નથી અને કા તો કામને એવું ટલ્લે ચઢાવે છે કે અરજદાર કંટાળીને લાંચ આપવા મજબુર બને..એવામાં સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં કેવો વહીવટ ચાલતો હશે ને કેટલાનો દલ્લો અધિકારીઓ કર્મચારીઓ ભેગા થઈને એકઠો કરતા હશે તેનું ઉદાહરણ અમદાવાદમાં સામે આવ્યું છે.
આ કેસની એસીબી પાસેથી મળતી વિગતો મુજબ આ કેસના ફરિયાદીએ ત્રણ દસ્તાવેજનું કામ રાખેલ હતુ જે ત્રણ દસ્તાવેજ પૈકી બે દસ્તાવેજ ફરિયાદીને જીતેન્દ્રકુમાર વિષ્ણુભાઇ પટેલ વર્ગ 3 સાણંદ સબ રજીસ્ટ્રાર કચેરીએ નોંધણી કરી છોડી આપેલ અને એક દસ્તાવેજ ફરિયાદીને છોડી આપેલ નહી જેથી ફરિયાદી તેઓના બાકી રહેલ દસ્તાવેજ મેળવવા સારૂ જીતેન્દ્ર પટેલને મળતા તેના દ્વારા અગાઉ છોડી આપેલ બે દસ્તાવેજો તથા એક દસ્તાવેજ જે છોડવાનો બાકી છે તે ગણી ત્રણેય દસ્તાવેજના અવેજ પેટે રૂ.18,00,000 ની લાંચની માગણી કરેલ, રકજકના અંતે રૂ.11,00,00 નક્કી થયેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરતા જીતેન્દ્ર પટેલના કહેવાથી મોમીન રિઝવાન ગુલામ રસુલ (ખાનગી વ્યક્તિ) લાંચના નાણાં રૂ.11,00,000 સ્વીકારી પકડાઈ જઈ બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કર્યાનો ગુન્હો એસીબીએ નોંધી વધુ કાર્યવાહી શરુ કરી છે.