Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
ગત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની મળીને કુલ ૭ વિધાનસભા બેઠકોમાંથી ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં આવતી ૪ વિધાનસભા બેઠકો કોંગ્રેસે કબજે કરવામાં સફળ રહ્યું હતું અને પ્રજાએ ભાજપ તરફથી મોં ફેરવી લેતા ભાજપને ભારે ફટકો પડ્યો હતો. ત્યારે લોકસભાની ચૂંટણીમાં પણ આ અસર જોવા મળશે તેઓ નિષ્ણાંતોનો મત છે,

જામનગર લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા ને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાઓના પ્રવાસ દરમિયાન લોકોને શોધવા નથી જવું પડતું પરંતુ સ્વયંભૂ જનસમર્થન મળી રહ્યું છે.જે વાતાવરણ બદલાઈ ચૂક્યાની નિશાની સમાન છે, આ જોતાં આ વખતે લોકસભાની જામનગર બેઠક પર પરીવર્તન આવશે તેવું મુળુભાઇ કંડોરીયાના ગામડાઓના પ્રવાસ દરમ્યાન લોકો તરફથી જે રીતે ઉત્સાહભેર આવકાર પરથી લાગી રહ્યું છે,

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાયુવેગે પોતાના પ્રવાસ દરમિયાન ભોગાત, નાવદ્રા, સતાપર પાટીયા, લાંબા સહિતના ૧૫ થી વધુ ગામો ની મુલાકાત દરમિયાન જાહેર સભા અને ખાટલા બેઠકો માં લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહીને કોંગ્રેસને સમર્થન આપવાનું લોકોએ મન બનાવી લીધું છે,બે દિવસના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાના કલ્યાણપુર તાલુકાના કેનેડી, બાકોડી, પટેલકા, ગઢકા, ખાખરાડા, ભોપાલકા, ઉદેપુર, સીદસરા વગેરે ગામો ઉપરાંત દ્વારકા તાલુકાના આરંભડા, બેટ દ્વારકા, નાગેશ્વર ખાતે મંદિરમાં દર્શન કરીને મનોકામના સાથે પુરજોશમાં પ્રચાર કર્યો હતો અને દ્વારકા શહેર સહિતના ગામોમાં જનસંપર્ક દરમિયાન લોકોએ મુળુભાઇ કંડોરીયાને ઉત્સાહભેર આવકાર આપીને તેમના સમર્થનમાં જંગી મતદાન કરવાનો વિશ્વાસ વ્યક્ત કરી મોટી લીડથી વિજેતા બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આમ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા સાથે કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો એવા ભીમશીભાઈ કંડોરીયા, મેરગભાઈ ચાવડા, એભાભાઈ કરમૂર, મેરામણભાઈ ગોરીયા, પાલાભાઈ આંબલીયા, મશરીભાઈ ગોરીયા, લખુભાઇ ગોજીયા વગેરે પણ જોડાયા હતા.

કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા ના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામેગામના સફળ પ્રવાસ બાદ જામનગર જિલ્લાના જોડીયા આમરણ ચોવીસી અને જામનગર તાલુકાના પ્રવાસ દરમિયાન ગામડાઓની અનેક સમસ્યાઓ સામે આવી હતી અને ભાજપ સામે ખેડૂતોએ નારાજગી દર્શાવીને પાક વીમા પ્રશ્ને જબરો રોષ ઠાલવ્યો હતો,જામનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને બંને પક્ષો ગામેગામનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે મુળુભાઇ કંડોરીયા અને કોંગ્રેસની ટીમ દ્વારા આમરણ ચોવીસી ના ગામોમાં લોક સંપર્ક અભિયાન દરમિયાન આમરણ ગામે ડોર ટુ ડોર સંપર્ક દરમિયાન મુળુભાઇ કંડોરીયા લોકોએ સારો એવો આવકાર આપીને સમર્થન આપવાનું જણાવ્યું હતું ઉપરાંત આમરણ ચોવીસીમાં આ વખતે મગફળીના પાક વીમો ઓછો મળેલ હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, ત્યારે મુળુભાઇ કંડોરીયાએ પણ પાક વીમા પ્રશ્ન ભાજપ પર આકરા પ્રહારો કરીને ટીકા કરી હતી અને ખેડૂતોના મુદ્દાઓને તેવો સારી રીતે ઉજાગર કરશે તેવી વાત પણ કરી,

આમરણ ના પ્રવાસ દરમિયાન મુળુભાઈ કંડોરીયા સાથે કાલાવડ ના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલ જામનગર ગ્રામ્ય ના કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ સભાયા ઉપરાંત વજસી ભાઈ કંડોરીયા હિતેશભાઈ મોહનભાઇ પરમાર નિલેશભાઈ ગાંભવા ડાયમંડ નગરના કેશુભાઈ, મનસુખભાઈ વડા તુલસીભાઈ પરમાર, સફાઈ બુખારી સબીર મિયા બુખારી બાબુભાઈ મૈયા કાદરભાઈ ચંદુભાઈ, જીવણભાઈ કુંભારવાડીયા, જેસાભાઈ સોરઠીયા, દેશુર ભાઈ સોલંકી વગેરે આગેવાનો પ્રચાર અભિયાનમાં જોડાયા હતા,

આમરણ ચોવીસી ના પ્રવાસ બાદ મુળુભાઇ કંડોરીયા કોંગ્રેસની ટીમ સાથે જોડીયાના કેશીયા, હડીયાણા, જામનગર તાલુકાનાં અલિયા, ખીમરાણા, વિભાપર વગેરે ગામોમાં લોકસંપર્ક દરમિયાન લોકોમાંથી સારો એવો આવકાર મળ્યો હતો અને કોંગ્રેસના સમર્થનમાં મતદાન કરીને કોંગ્રેસના ઉમેદવાર અને વિજેતા બનાવવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જામનગર તાલુકામાં પણ પાકવીમા પ્રશ્ને ખેડૂતોમાં નારાજગી સાથે કોંગ્રેસને સમર્થન આપવા માટે સંકલ્પ કર્યો હતો.મુળુભાઇને જોઈને લોકો બોલ્યા “આવા નેતાની જરૂર છે..”
કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રચાર દરમ્યાન ગામેગામ લોકસંપર્ક દરમ્યાન ભાજપના જુઠાણાથી લોકો સમજી ગયા હોય તેવો માહોલ જોવા મળ્યો છે અને સરળ સ્વભાવના લોકો વચ્ચે રહેતા ખેડૂતપુત્ર મુળુભાઇ કંડોરીયા પણ બળદગાડામાં બેસીને કલ્યાણપુરના ગઢકા વગેરે ગામોમાં આગવી ઢબે પ્રચાર કરતા લોકોએ તેમના આ અભિગમને આવકારીને “કોંગ્રેસ આવે છે..મુળુભાઇ જીતે છે..” તેવા સૂત્રોચ્ચાર કરીને આવકાર આપ્યો હતો અને બળદગાડામાં બેસીને મુળુભાઇ કંડોરીયાનો પ્રચાર કરવાના આ કાર્યને લોકોએ પસંદ કર્યું હતું. અને સૌ કોઈના મોઢે એક જ શબ્દો હતો કે “આવા નેતાની પ્રજાને જરૂર છે,જે હવે મળી ગયા છે.” તેવા ભાવ સાથે ગ્રામીણ પ્રજામાં ભારે ખુશી જોવા મળી હતી.

સતવારા સમાજ વોટ થી ભાજપને જવાબ આપશે:કલ્પેશ હડીયલ:પ્રમુખ:જીલ્લા બક્ષીપંચ મોરચો
જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા નો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે,ત્યારે ગઈકાલે જામનગર ગ્રામીણ વિસ્તારોમાં પ્રચાર દરમિયાન નેતાઓ જયારે ખીમરાણા ગામે પહોચ્યા ત્યારે જામનગર જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કલ્પેશ હડીયલ પોતાનું સંબોધન આપતા સતવારા સમાજને વોટથી ભાજપને જવાબ આપવાની અપીલ કરતાં કહ્યું કે ભાજપે સતવારા સમાજ સાથે દ્રોહ કર્યો છે,અને આપણા સમાજના ધારાસભ્યને ઓછા કર્યા છે ત્યારે ૨૩ એપ્રિલે ચુંટણીમા વોટરૂપી સતવારા સમાજની શક્તિનો પરિચય કરાવવા પણ હડીયલે સતવારા સમાજ સહીત હાજર સૌ કોઈને તાકીદ કરી,વધુમાં તેવો ભાજપ સરકાર પર પ્રહારો કરતાં કહ્યું કે જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ૨૦૦ રૂપિયામાં ખેડૂતોને વીજજોડાણ મળી જતું પણ આજે વર્ષો સુધી રાહ જોયા બાદ દોઢ લાખ જેટલો ચાર્જ ભરપાઈ કરવા છતાં પણ ખેતીવિષયક વીજજોડાણો ખેડૂતોને ના મળતા જામનગર ગ્રામ્યની પ્રજા પણ સુપેરે સત્ય સમજી ચુકી છે ત્યારે વોટ થી જવાબ આપવાની અપીલ પણ તેવો એ હાજર સૌ કોઈને પોતાના સંબોધન દરમિયાન કરી હતી.
