Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
છેલ્લા કેટલાક સમયથી બાળકોથી માંડીને તરુણ અવસ્થા સુધીનાઓમાં મોબાઈલ અને મોબાઈલમાં ગેમ અને સોશ્યલ મીડિયા એપ્સનું એવું ઘેલું લાગ્યું છે. જેને કારણે કોઈ ઘર છોડીને જતા રહે છે કોઈ આત્મહત્યા કરી લે છે તો કોઈ ગુન્હો આચરતા પણ અટકાતા નથી એવામાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના મોખાણા ગામે પણ આવી જ એક ઘટના સામે આવી છે.
જ્યાં ગામની સીમમાં રહેતી વનિતા સુભાષભાઈ પરમાર નામની 15 વર્ષની તરુણીએ ગઈકાલે શુક્રવારે પોતાના હાથે સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૃતક વનિતાબેન કે જે 11 મા ધોરણમાં અભ્યાસ કરતી હતી, તેણે મોબાઈલ ફોન લેવા માટે પોતાના પિતાને વાત કરી હતી. જેથી પિતાએ મોબાઈલ ફોન અપાવવાની ના કહેતા આ બાબતે તેણીને મનમાં લાગી આવવાના કારણે લાગી આવતા તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે અંગેની નોંધ મૃતકના પિતા સુભાષભાઈ વલ્લભભાઈ પરમાર (ઉ.વ. 45, રહે. મોખાણા સીમ) એ ભાણવડ પોલીસ મથકમાં કરાવી છે.