Mysamachar.in-અમદાવાદ:
રાજયમાં હજુ પણ હાડ થીજાવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ઠંડીમાં હજુ પણ વધારો થશે તેવું અનુમાન વ્યકત કરવામાં આવી રહ્યું છે, ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાના કારણે રાજયમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યમાં વહેતી શીત લહેરના કારણે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ગુજરાતના મોટા ભાગના શહેરનું તાપમાન 12 થી 14 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ હજુ પણ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. જો કે ગુજરાતમાં ડ્રાય વેધર રહેશે, વરસાદની કોઈ સંભાવના નથી.. તાપમાનનો પારો દિવસ દરમિયાન એકાદ ડીગ્રી સુધી ગગડી શકે છે.. 2 થી 3 દિવસ બાદ રાત્રીના તાપમાનમાં વધ-ઘટ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલ થી હજુ પણ વધુ પવનો ફૂંકાવાની શક્યતા છે.
હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે.હવાની ગતિના કારણે લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થશે. આજે રાજ્યમાં 11 શહેરોમાં તાપમાનનો પારો રહ્યો 12 ડિગ્રી કે તેનાથી નીચે રહ્યો હતો. રાજ્યમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે જ બનાસકાંઠાના ડીસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
[[post_bottom]]