Mysamachar.in-જામનગર
જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાંથી છેલ્લા કેટલાક દિવસોથી એવી ફરિયાદ ઉઠી હતી કે મનપા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી ડહોળું અને પીવાલાયક પહોચતું નથી, ત્યારે આવી ફરિયાદને અનુસાંધાને આજે જામનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી ખીજડીયા ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાતે પહોચ્યા હતા અને પહેલા પોતે જાતે નિરીક્ષણ કર્યા બાદ તેવોએ વોટરવર્કસ વિભાગના અધિકારીઓને ત્યાં બોલાવી અને જરૂરી વિગતો મેળવી હતી,
જે બાદ તેવોએ “માયસમાચાર”સાથેની ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે આજે ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લેતા ફરિયાદોમાં કોઈ તથ્ય હોય તેમ જણાઈ આવતું નથી, કારણ કે પાણીની ક્વોલીટી સમ્પૂર્ણ પીવાલાયક હતી અને દર અઠવાડિયે પાણીનું લેબ ટેસ્ટીંગ પણ કરવામાં આવે છે, એટલે કે સ્પષ્ટ છે કે પાણીનું યોગ્ય રીતે કલોરીનેશન પણ થાય છે. છતાં કોઈ એકલ દોકલ વિસ્તારમાં ડોહળા પાણીનો પ્રશ્ન હશે તો ટીમને સુચના આપી તેનું પણ નિરાકરણ થશે તેવી ખાતરી પણ તેને આપી હતી.