Mysanachar.in-જામનગર
જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં અટેન્ડન્ટ્સ યુવતીઓનું શારીરીક શોષણ અને જાતીય સતામણી થતી હોવાનો સનસનીખેજ આક્ષેપ એક અટેન્ડન્સ યુવતી દ્વારા કરવામાં આવતા આ ઘટનાના ઘેર પ્રત્યાઘાતો રાજ્ય સરકાર સુધી પડ્યા અને મુખ્યમંત્રીના આદેશ બાદ જામનગર કલેકટર દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે જામનગર શહેર પ્રાંત અધિકારી આસ્થા ડાંગરના અધ્યક્ષસ્થાને એક તપાસ કમિટીની રચના કરવામા આવી છે. આ કમિટીમાં પ્રાંત અધિકારી, એએસપી નીતીશ પાંડે અને ડેન્ટલ કોલેજના ડીનનો સમાવેશ કરાયો છે. કમિટી દ્વારા ગઈકાલ સાંજથી શરુ કરીને રાત સુધી એટલે કે કલાકો સુધી આ મામલે સંકળાયેલા લોકોના નિવેદનો લેવાની પ્રક્રિયા ડેન્ટલ કોલેજ ખાતે ચાલી હતી,
નિવેદનોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જામનગર શહેર પ્રાંત અધિકારી આસ્થા ડાંગરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે 8 યુવતીઓ સહિતના જે લોકોના જરૂરી લાગ્યા તેના નિવેદનો લેવામાં આવ્યા છે, લગભગ બે દિવસની અંદર કલેકટરને આ અંગેનો પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવશે અને તે જ વધુ માહિતી જાહેર કરશે તેમ તેવોએ જણાવ્યું હતું.હવે આ રીપોર્ટમાંથી શું બહાર આવશે તેની રાહ જોવાઈ રહી છે.