Mysamachar.in-ગાંધીનગરઃ
રાજ્યના સરકારી કર્મચારીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા એ દિવાળીના વેકેશનની રૂપાણી સરકારે જાહેરાત કરી છે. રાજ્યની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં રજાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે રૂપાણી સરકારે પોતાના લાડકા કર્મચારીઓને એક દિવસની વધુ રજા આપવાનો નિર્ણય કર્યો છે. આ વધારાની રજા સાથે સરકારી કર્મચારીઓને કુલ સળંગ 6 દિવસની રજાનો લાભ આપવામાં મળશે.
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી રજા પ્રમાણે 26મી ઓક્ટોબરે ચોથો શનિવાર છે, ત્યારબાદ 27મીએ રવિવારે દિવાળી છે અને 28મીએ સોમવારે ગુજરાતી નવું વર્ષ છે. તો 29મીએ મંગળવારે ભાઇબીજની ઓફિશિયલ રજા તો ખરી જ, પરંતુ આ વખતે સરકારે કર્મચારીઓને વધુ મજા કરાવવા માટે 30મીએ બુધવારે રજા આપી છે. કારણ કે 9મી નવેમ્બરે રજા હતી કે રદ કરી 30મીએ રજા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારબાદ 31મી સરદાર જયંતીની રજા છે. આ બધી રજા ભેગી કરીને સરકારી કર્મચારીઓને કુલ સળંગ 6 રજાઓ મળશે. એટલે તારીખ 26મી ઓક્ટોબરથી સતત છ દિવસ સુધી સરકારી કચેરીઓમાં રજા રહેશે. નવેમ્બર મહિનામાં 9મી તારીખના બીજા શનિવારની રજા રદ કરીને 30 ઓક્ટોબરની રજા આપવાનો નિર્ણય કરવામાં આવતા 31મીએ સરદાર જયંતીને ગુરુવાર સુધી સળંગ છ દિવસ ગુજરાતની સરકારી કચેરીઓમાં રજા રહેશે.