Mysamachar.in-ગાંધીનગર:
કેન્દ્ર સરકાર દ્વારા 124 બંધારણીય સુધારા દ્વારા ૧૦ ટકા જનરલ કેટેગરીને અનામત બીલ લાવવામાં આવ્યું હતું. જેને લઇને ગુજરાત સરકાર દ્વારા તેને અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જે ધારાધોરણો છે તે નક્કી તેમા સુધારા કરવામાં આવ્યા છે. જે મુજબ ૮ લાખની આવક ધરાવતા જનરલ કેટેગરીના કોઇ પણ લોકોને નોકરી અને શિક્ષણમાં આર્થિક અનામતનો લાભ મેળવી શકશે, જેમા સમગ્ર પરીવારની આવક 8 લાખથી વધુ ન હોવી જોઇએ તેમ નક્કી કરવામાં આવ્યું હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું,
આ સિવાય 5 એકર કરતા વધારે જમીન ધરાવતા તેમજ 1 હજાર ચો.મીટરની ફ્લેટ ધરાવતા તેમજ નગરપાલિકામાં 100 ચો.વાર પ્લોટ ધરાવતા લોકોને રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો નથી,
પરિવારની વાર્ષિક આવક વધુ ન હોય તેવા તમામ જાતની અનામતનો લાભ નથી મળતો તેવા લોકોને આવરી લેવામાં આવ્યો છે. જેમા ભારત સરકાર દ્વારા જે ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે તેમની કુંટુબની આવક નક્કી કરવામાં આવી છે. જેમા પગાર, ઉદ્યોગ, ખેતીવાડીની આવક ધંધો વગેરેનો સમાવેશ કરાયો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.