Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાના હાલના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનપા દ્વારા ચાલતા દરેક કામોના જાત નિરીક્ષણ ના આગ્રહી છે, અવારનવાર તેવો વિવિધ કામોની આકસ્મિક મુલાકાતો લઇ અને કામો યોગ્ય રીતે થઇ રહ્યા છે કે કેમ તેની જાત માહિતી મેળવતા હોય છે, આજે પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશી રેસ્ટોરેશન, કન્ઝર્વેશન, કન્સોલિડેશન એન્ડ રી-પ્રોડટકશન ઓફ ભુજીયા કોઠાનું કામ શરૂ થયેલ હોય જે સાઇટ વિજિટ કરવાં પહોચ્યા હતા, અને ચાલુ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ હાલે સાઇટ કલીયરિંગ તથા ઝાડી- ઝાખરાઑ દૂર કરવાનું અને જોખમી પથ્થરોને નવીનીકરણ માટે હટાવવાનું કામ ચાલી રહ્યું હોય જે અંગે કામ કરતાં કામદારોની સલામતી અંગે સૂચના આપવામાં આવેલ સાથો સાથ કોરોના મહામારી અન્વયે કામ કરતાં કામદારોમી નિયમિત હેલ્થ ચેકઅપ થાય તે અંગે સૂચના આપવામાં આવેલ આ સાઇટ વિજિટ સમયે ચેરમેન સાથે સાઇટ એન્જીનીયર ચેતન સાંગાણી ઉપસ્થિત રહેલ હતા.






