Mysamachar.in-દીવ:
ગુનાહિત માનસ ધરાવતાં ઘણાં શખ્સો રાતદિવસ શિકારની શોધમાં હોય છે અને વધારે ફળ ખંખેરી શકાય એવા ઝાડવા શોધતા હોય છે. શિકારને ફસાવવા ટેકનોલોજીનો પણ ઉપયોગ થતો હોય છે. આવા એક મામલામાં એકદમ નાના જાસૂસી કેમેરાથી શિકારની અંગત પળોના વીડિયોઝ બનાવી, તેને બ્લેકમેલ કરવામાં આવતાં હોવાની વિગતો પોલીસે, આ શખ્સોના રિમાન્ડ દરમ્યાન મેળવી છે.
આ બનાવ દીવમાં બન્યો છે. જ્યાં કેશવ નામની હોટેલમાં સંજય અને અલ્તમસ નામના બે શખ્સો એક સગીરાની મદદથી નબીરાઓને હોટેલમાં રહેલાં સ્પા સુધી ખેંચી લાવતા. બાદમાં, આ ફૂટડી સગીરા નબીરાને કામક્રિડા સુધી લઈ જતી, અને આ અંગત પળોના વીડિયોઝ બનાવી લેવા માટે, હોટેલના રૂમમાં બેડની પાસેના ઈલેક્ટ્રીક બોર્ડમાં અગાઉથી ફીટ કરવામાં આવેલાં, એકદમ નાના જાસૂસી કેમેરાથી આખું શૂટિંગ તૈયાર કરી લેવામાં આવતું હતું.
નાતાલ પર્વ દરમિયાન આ હોટેલમાં આવા એક શિકારને ફસાવી, તેને બ્લેકમેલ કરવામાં આવ્યો. પણ કોઈ રીતે ભાંડો ફૂટી ગયો. પછી પોલીસની એન્ટ્રી થઈ. આ બંને શખ્સોની ધરપકડ થઈ, રિમાન્ડ મંજૂર થયા અને રિમાન્ડ દરમ્યાન આ શખ્સોના કબજામાંથી આ પ્રકારના વીસેક જેટલાં વીડિયોઝ મળી આવ્યા. દીવ પોલીસ તપાસ ચલાવી રહી છે કે, આ શખ્સોએ આ અગાઉ આવા કેટલાંક શિકારને નીચોવી લીધાં તેની તપાસ તજવીજ ચાલી રહી છે.(symbolic image)