Mysamachar.in-જામનગર:દેવભૂમિદ્વારકા
જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમની ખાસ ભલામણથી યાત્રાધામ દ્વારકામાં હોળી-ધુળેટીના તહેવારોમાં ભગવાન દ્વારકાધીશના ફુલડોલ ઉત્સવમાં દર્શનનો લ્હાવો લેવા આવતા યાત્રીકો માટે સ્પેશ્યલ ટ્રેનની ત્રણ દિવસ માટે રાજકોટ રેલવે ડીવીઝને સુવિધા કરી છે. દ્વારકા યાત્રાધામમાં હોળી-ધુળેટીના તહેવારોમાં,ભગવાનશ્રી દ્વારકાધીશ મંદિરે ઉજવાતા પરંપરાગત ફુલડોલ ઉત્સવમા ખુબ મોટી સંખ્યામાં પદયાત્રી સહિતના યાત્રીકો દૂર દૂરથી આવતા હોય તેમને પરત જવા ઓખા-રાજકોટ સ્પેશ્યલ ટ્રેનની સુવિધા કરવી આવશ્યક હોઇ રેલવે તંત્રને જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમએ ખાસ ભલામણ કરતા રેલવે ડીવીઝન-રાજકોટ દ્વારા ઓખા-રાજકોટ-ઓખા સ્પેશ્યલ ટ્રેન તા. ૯-૧૦-૧૧ ત્રણ દિવસ માટે શરૂ કરાઇ હોય સૌ યાત્રીકોને આ ટ્રેનથી સાનુકુળતા બની રહેશે,
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત અને દેશના અનેક વિસ્તારોમાંથી ખુબ મોટી સંખ્યામાં પદયાત્રીકો સહિત ખુબ બહોળી સંખ્યામા ભાવિકો ભગવાન શ્રી દ્વારકાધીશના ફુલડોલ ઉત્સવમાં આવતા હોય તેમને પરત જવા માટે ખાસ પરિવહન સુવિધા વધે તે બાબતને ગંભીરતાથી લઇ સાંસદ પૂનમબેન માડમે રેલવે ડીવીઝનને ભાર પુર્વકની ભલામણ કરતા તારીખ ૯-૧૦-૧૧ માર્ચ એમ ત્રણ દિવસ માટે ઓખા-રાજકોટ-ઓખા સ્પેશ્યલ ટ્રેન સુવિધાનો નિર્ણય કર્યો હોઇ ખુબ મોટી સંખ્યામાં યાત્રાધામ દ્વારકાના યાત્રીકો માટે સુવિધા થઇ છે, ઉલ્લેખનીય છે કે સાંસદ પૂનમબેન માડમના પ્રયત્નોથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામા રેલવેને લગત અનેકવિધ સુવિધાઓ થતી રહી છે ત્યારે આ વધુ એક ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનની સુવિધાથી ખુબ મોટી સંખ્યામા યાત્રીકોમાં સાનુકુળતા સાથે રાહતની લાગણી વ્યાપી છે.






