Mysamachar.in-સુરત
આજના સમયમાં યુવાઓ નાની અમથી બાબતમાં પણ પોતાના મગજનું સંતુલન ગુમાવી બેસીને ના ભરવાના પગલા ભરી લેતા હોય અને બાદમાં આખી જિંદગી પસ્તાવાનો પાર રહેતો નથી, સુરતમાં સબંધોની હત્યાનો એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો જેમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં વચ્ચે પડેલા પિતાની પુત્રએ જ હત્યા કરી નાખતા પરિવાર વેરવિખેર થઇ જવા પામ્યો છે, સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સાંઈ પોઈન્ટ પાસે નવા હળપતિવાસ પાસે રહેતા મહાદેવ મનોજ રાઠોડે નોંધાવેલી ફરિયાદ અનુસાર, આરોપી મહેન્દ્ર મનોજ રાઠોડ થોડું મોડું થતાં તેની પત્નીને માર મારી રહ્યો હતો. સાંજના સાડાછ વાગ્યાના સુમારે મહાદેવનો નાનો ભાઈ મહેન્દ્ર તેની પત્ની ચૈતાલીને માર મારતો હતો. જેથી તેને કેમ મારે છે એમ કહેવા જતાં તે ઉશ્કેરાઈ ગયો હતો. ચપ્પુ કાઢીને મહાદેવને મારવા દોડ્યો હતો. ત્યારે મહાદેવના પિતા મનોજભાઈ અને મહોલ્લાના મિત્રો તથા આળખીતાઓ આવી જઈ વચ્ચે પડી છોડાવ્યા હતા.
ઝઘડામાં છોડાવવા પડેલા પિતાને મહાદેવના નાના ભાઈ મહેન્દ્રને “છોડ આને, કેમ મારે છે?” તેમ કહી આરોપી મહેન્દ્રએ ભાઇને ધક્કો માર્યો હતો. બાદમાં મહેન્દ્રએ તેની પાસેનું ચપ્પુ પિતાના ડાબા હાથમાં બગલ પાસે મારી દઇ ગંભીર અને જીવલેણ ઇજા પહોંચાડી હતી. બાદમાં તેમને ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતાં તબીબોએ તેની ટૂંકી સારવાર બાદ મૃત જાહેર કર્યા હતા, જેથી પોલીસે આરોપી મહેન્દ્ર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી રહી છે. આમ આ કિસ્સામાં પિતાની પુત્રએ હત્યા કરી નાખતા માતાએ પતિ ગુમાવ્યો છે, અને પુત્રને પણ હવે જેલના પાંજરે પુરાવવાનો વારો આવ્યો છે.