Mysamachar.in-રાજકોટ:
રાજકોટ ડિવિઝનમાં આવેલા ઓખા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ની લંબાઈ વધારવા માટે એન્જિનિયરિંગ અને ટ્રેક્શન વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે, જેના કારણે 12 જુલાઈ, 2024 સુધી કેટલીક ટ્રેનોને અસર થશે. વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
ટ્રેન નંબર09480 ઓખા-રાજકોટ લોકલ તાત્કાલિક અસર થી 11.07.2024 સુધી રદ રહેશે.
ટ્રેન નંબર09479 રાજકોટ-ઓખા લોકલ તાત્કાલિક અસર થી 11.07.2024 સુધી રદ રહેશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
ટ્રેન નંબર19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ તાત્કાલિક અસર થી 11.07.2024 સુધી ભાવનગર થી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 09.07.2024 થી 12.07.2024 સુધી સુરેન્દ્રનગર થી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
માર્ગ માં રેગુલેટ (મોડી થનાર) ટ્રેનો:
ટ્રેન નંબર22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ 09.07.2024 ના રોજ માર્ગ માં 2 કલાક મોડી થશે.
ટ્રેન નંબર22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસ 11.07.2024 ના રોજ માર્ગ માં 40 મિનિટ મોડી થશે.