• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 27, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

દ્વારકામાં શ્રીરામ શોભાયાત્રા બાદ ધ્વજ સળગાવવાનો મામલો, પોલીસે તત્કાલ એક્શન મોડમાં આવી અને પગલા લેતા સ્થિતિ શાંતિપૂર્ણ

My Samachar by My Samachar
April 11, 2022
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
દ્વારકામાં શ્રીરામ શોભાયાત્રા બાદ ધ્વજ સળગાવવાનો મામલો, પોલીસે તત્કાલ એક્શન મોડમાં આવી અને પગલા લેતા સ્થિતિ શાંતિપૂર્ણ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા ખાતે અગાઉ ક્યારેય ન બન્યો હોય તેવો બનાવ ગતરાત્રે બનવા પામ્યો છે. જેમાં એક વિધર્મી શખ્સે હિન્દુઓના પવિત્ર કેસરી ધ્વજને સળગાવી હિન્દુ-મુસ્લિમ એકતા તથા શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. આના અનુસંધાને પોલીસે આરોપી શખ્સની તાકીદે અટકાયત કરી જરૂરી પગલા લેતા મામલો થાળે પડ્યો હતો, દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર રાજ્યભરમાં ચકચારી બની ગયેલા આ બનાવ અંગેની વિગત મુજબ ગઈકાલે રવિવારે હિંદુઓના પવિત્ર પર્વ શ્રી રામનવમી નિમિત્તે યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિંદુ જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ તથા યુવા કાર્યકરોને ટીમો દ્વારા રવિવારે સાંજે પાંચેક વાગ્યે યોજવામાં આવેલી રામ નવમીની શોભાયાત્રા દ્વારકાના તીનબતી ચોક, હોમગાર્ડ ચોક, જોધાભા ચોક, ભથાણ ચોકથી થઈ અને રામ મંદિર ખાતે સાંજે સાતેક વાગ્યે પૂર્ણ કરવામાં આવી હતી.

આ શોભાયાત્રા સંપૂર્ણ થયા વચ્ચે શોભાયાત્રાના રૂટ એવા ભથાણ ચોક વિસ્તારમાં આવેલી જામા મસ્જિદ પાસે એક કેસરી ધ્વજ પડયો હોવાથી દ્વારકાના રહીશ તાહિર હુસેન કારાણી નામના 35 વર્ષીય શખ્સ દ્વારા કથિત રીતે બીજા પાંચ થી છ જેટલા શખ્સોની મદદથી ગેરકાયદેસર મંડળી રચી, પોતાનો સામાન ઈરાદો પાર પાડવાના હેતુથી હિન્દુ ધર્મના ભગવાન શ્રીરામના રામ નવમી તહેવાર નિમિત્તે શોભાયાત્રા બાદ આ સ્થળે કેસરી ધ્વજને સળગાવ્યો હતો.આ શખ્સ દ્વારા હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય અને હિંદુ-મુસ્લિમ ધર્મના લોકો વચ્ચેના બંને જૂથ વચ્ચે વૈમનસ્ય તથા દુશ્મનાવટ ઊભી કરવાના હેતુથી જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું ફલિત થતું હતું.

આ બનાવ બનતા હિન્દુ સમાજના કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા હતા  અનુસંધાને દ્વારકા પંથકના મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા અને દ્વારકાના પોલિસ સ્ટેશને દોડી ગયા હતા. અહીં જયશ્રી રામના નારા સાથે આરોપી શખ્સ સામે અતિ કડક પગલા લેવાની માંગણી પણ કરવામાં આવી હતી. આ બનાવ બનતાં તત્કાલ નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સીધી દેખરેખ હેઠળ પોલીસ દ્વારા આરોપી તાહિર હુસેન કારાણીની અટકાયત કરી લેવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે બપોરથી સાંજ સુધી દેશના રાષ્ટ્રપતિ, રાજ્યપાલ સહિતના મહાનુભાવોનો દ્વારકા પંથકમાં મુકામ રહ્યો હતો. તેઓની વિદાયના થોડા સમય બાદ જ આ ચકચારી બનાવ બનતા પોલીસ દ્વારા સમગ્ર દ્વારકા પંથકમાં મજબૂત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ બનાવના અનુસંધાને દ્વારકા પોલીસે નિલેશભાઈ સાદુરભા સુમણિયા ની ફરિયાદ પરથી તાહિર હુસેન કારાણી સામે આઈ.પી.સી. કલમ 143, 146, 153(એ), 295, 295(એ), તથા 149 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા એક નિવેદન જારી કરી અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.અને જરૂરી પગલાઓ પોલીસે લીધા હોવાનું તેમના નિવેદનમાં જણાવ્યું હતું,  આ સમગ્ર બનાવે પોલીસ તંત્રમાં ભારે દોડધામ સાથે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે.જો કે my samachar પણ લોકોને અપીલ કરે છે કે કોઈ અફવાઓને ધ્યાને લીધા વિના જરૂર લાગે ત્યારે પોલીસનો સીધો જ સમ્પર્ક કરી અને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યું છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

જામનગરની જીજી હોસ્પિ.ના ઉચાપત આરોપીને ‘ચૂપચાપ’ જેલ સુધી પહોંચાડી દેવાયો !

June 27, 2025
જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®