Mysamachar.in-જામનગર:
જામનગર કલેકટર દ્વારા કોરોના મહામારીને વધતી અટકાવવા માટે સાત દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આ અંગેનું એક જાહેરનામું ગતરાત્રીના કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ આજે તેમા કેટલાક સમય સહિતના ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ જી.આઈ.ડી.સી ફેઝ 1નો વિસ્તાર તેમજ તેની આસપાસના વિસ્તારમાં આવેલ ઔધીગિક એકમો, એમ.પી.શાહ ઉદ્યોગનગર, હાપામાં આવેલ ઇન્ડસ્ટ્રીઝ એરિયા જેને મંજુરી આપવામાં આવી હોય તેવા એકમો સહિતના તમામ એકમો અન્ય હુકમ ના થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી બંધ કરી દેવાના રહેશે,
જે ચીજવસ્તુઓ માટેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં મેડીકલ સ્ટોર્સ, આરોગ્ય વિષયક સેવાઓ, 24 કલાક ખુલ્લા રાખી શકાશે, જ્યારે દુધની દેરીઓ દુધની ફેરી કરતા ફેરિયાઓ માટે સવારે સવારે 7 થી 10 અને સાંજે 5 થી 7, જયારે શાકભાજી ફળફળાદી અનાજ કરીયાણાની દુકાનો સવારે 7 થી 10 સુધી જ ખોલી શકાશે પરંતુ અનાજ કરીયાણાના હોલસેલના વેપારીઓને છૂટક વેપારીઓને વેચાણ કરવા માટે બપોરે 2 થી 4 સુધીની છૂટ રહેશે.