Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી.સ્ટાફના સ્ટાફના માણસો સાથે એસ.ઓ.જી.લગત કામગીરી સબબ દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, ભીખુ ઉર્ફે આદિત્ય રામજીભાઈ રાઠોડ રહે.દ્વારકા, જુની નગર પાલીકાની પાછળ વાળો ભવનાથ પોલીસ સ્ટેશન, જુનાગઢના કુલ રૂપીયા 2,69,500 ની ખોટી, બનાવટી ભારતીય ચલણી નોટો છાપવાના ગુન્હાનામાં નાસતો ફરે છે અને હાલ તેના રહેણાંક મકાને આવેલ છે જેથી હકિક્ત વાળી જગ્યાએ ઈસમના રહેણાંક મકાનની તપાસ કરતા ઈસમ મળી આવેલ જેનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ ભીખુ ઉર્ફે આદિત્ય રામજીભાઈ નારણભાઈ રાઠોડ, ધંધો,કોમ્પ્યુટર રીપેરીંગ રહે,દ્વારકા જુની નગર પાલીકાની પાછળ, વણકરવાસ તા.દ્વારકા જી દેવભૂમિ દ્વારકા વાળો હોવાનું જણાવે છે તેમજ વધુ તપાસ અર્થે જુનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવા તજવીજ કરવામાં આવેલ છે.