Mysamachar.in-ગુજરાત:
તાજેતરમાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર એક અશ્લીલ કન્ટેન્ટનું પ્રસારણ થયેલું અને આ મામલો હાલ સુપ્રિમ કોર્ટમાં ચાલી રહ્યો છે. સુનાવણી દરમ્યાન અદાલતે આ બાબતે સરકારને ઝડપથી કાર્યવાહીઓ કરવા નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ અને OTT પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટને રોકવા નવી એડવાઈઝરી જાહેર કરી તેનું કડક પાલન કરવા અંગે સૌ સંબંધિતોને માટે ચેતવણી જાહેર કરી છે.
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે OTT પ્લેટફોર્મ અને આ પ્રકારની તમામ સ્વનિયમનકારી સંસ્થાઓ એટલે કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં IT એક્ટ-2021 હેઠળ નિર્ધારીત આચારસંહિતાનું કડક પાલન કરવા જણાવાયું છે. આચારસંહિતામાં કન્ટેન્ટનું વય જૂથ મુજબ વર્ગીકરણ પણ સામેલ છે. નવી સૂચનામાં જણાવાયું છે કે, આચારસંહિતાના પાલન અંગે સ્વનિયમનકારી સંસ્થાઓએ સક્રિય કાર્યવાહીઓ કરવાની રહેશે.(symbolic image source:google)
