Mysamachar.in-અમદાવાદ:
હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જેથી હવે લોકોને ગરમીથી આંશિક રાહત મળશે તેવી સંભાવના છે. રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. 25 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં ફરીવાર કમોસમી વરસાદને લઇને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારમાં 24 અને 25 મેના રોજ વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે એટલે કે હવે આવનાર દિવસોમાં ગરમીથી આંશિક રાહત તમામ લોકોને મળશે તો કેટલાંક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણના કારણે ઉકળાટનો સામનો કરવો પડી શકે છે.