Mysamachar.in-અમદાવાદ
1997માં અમદાવાદમાં જેલમાં રહેલા કેદીઓને સ્વાવલંબી બનાવવા માટે એક પ્રવૃતિનો પ્રારંભ થયો હતો. જેમાં 18 જાન્યુઆરી, 1998ના દિવસે અમદાવાદમાં ‘જેલ ભજીયા હાઉસ’ની શરૂઆત કેદી ચંદુ પ્રજાપતિએ શરૂ કરી હતી. અમદાવાદની સાબરમતી જેલમાં એવા લાંબી સજાના કેદીઓ રખાય છે જેમણે અડધી સજા ભરી દીધી હોય. આર.ટી.ઓ. પાસે સ્થિત આ ભજીયા મકાન 1998 થી કાર્યરત છે. આ વાત 20 કરતાં વધુ વર્ષોથી અકલ્પનીય વાર્તા સમાન લાગે એવી છે. ખોરાક અને માનવ ભાવનાની એક અનોખી પ્રેમ કથા અહીં જોવા મળે છે. આ ભજીયા હાઉસમાં વ્યાજબી કિંમતમાં ભજીયા આખાય અમદાવાદ અને અમદાવાદ આવનાર ગુજરાતીઓ અને હર કોઈએ અચૂક આરોગ્યા હોય છે.
151મી ગાંધી જયંતીના અવસરે ગુજરાત જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગ દ્વારા આ પ્રકારે વિવિધ ઇનીશિએટિવ લેવામાં આવ્યા છે. ત્યારે FSSAIના નિયમોનું પાલન કરી જેલો ખાતે ચલતાં રસોઇ ઘર, બેકરી વિભાગ, કેન્ટીન વિભાગ, આઉટ લેટ વેચાણ કેન્દ્રો મારફતે બંદીવાન ભાઇઓને સ્ડાન્ડર્ડ ભોજન મળી રહે તે હેતૂથી જેલોને “ઈટ રાઇટ કેમ્પસ” બનાવવાની દિશામાં ગુજરાતમાં પ્રથમ પગલું ભરવા જઈ રહ્યું છે. જો તમામ જેલો આ એવોર્ડ મેળવવામાં સફળ રહી તો ગુજરાત દેશભરમાં “ઈટ રાઇટ જેલ કેમ્પસો” ધરાવતું પ્રથમ રાજ્ય બનશે.
એડિ.ડાયરેકટર જનરલ ઓફ પોલીસ એન્ડ ડાયરેકટર જનરલ ઓફ પ્રિઝન એન્ડ કરેકશનલ એડમિનિસ્ટ્રેશનના અધિકારી ડૉ.કે.એલ.એન.રાવના સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજયની તમામ જેલોએ કોવિડ-19ની મહામારી દરમિયાન જે પ્રશંસનીય કામગીરી કરી જેની દેશભરમાં નોંધ લેવાઈ રહી છે. ત્યારે જેલોમાં રહેલ બંદીવાનોના માનવાધિકારો બાબતે સતત પ્રયત્નશીલ ડી.જી. દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતી નિમિત્તે એક નવતર પ્રયોગ કરી ગુજરાતભરની જેલોના રસોઇ ઘર, બેકરી વિભાગ, કેન્ટીન વિભાગ FSSAI લાયસન્સ હોય અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવાયેલા “ઈટ રાઇટ કેમ્પસ એવોર્ડ” માં ભાગ લઈ શકે. તેમજ IIT અને IIMની જેમ જેલોના રસોઈઘરોને પણ ‘ઈટ રાઇટ કેમ્પસ’ બનાવવાની દિશામાં એક કામગીરી કરી છે. આમ, FSSAIના સહયોગથી અને ઇટ રાઇટ કોમ્પીટીશનમાં ભાગ લેવાના ઉદેશ્યથી ગુજરાતભરની જેલો તૈયાર થઈ સુસજ્જ બની છે.
રાજયની જેલો ખાતે આવેલ રસોઇ ઘર, બેકરી વિભાગ, કેન્ટીન વિભાગ, આઉટ લેટ વેંચાણ કેન્દ્રોની ફૂડ સેફ્ટી ઇન્સપેકટરશ્રી અને ડેજિગ્નેટેડ ઓફિસરોએ મુલાકાત કરી હતી. આ તમામ વિભાગોને FSSAI ના EAT RIGHT CAMPUS AWARD માટેના ચેકલિસ્ટ અને નિયમો અનુસારના સુધારા-વધારા બાબતે સલાહ-સૂચનો કર્યા હતા અને તે મુજબ રાજયની તમામ જેલોના અધિક્ષકશ્રીઓને અમલવારી કરી ઈટ રાઇટ કેમ્પસ એવોર્ડમાં મહત્તમ સ્ટાર્સ મેળવવા માટે ડાયરેક્ટર જનરલ દ્વારા પ્રેરણા અને માર્ગદર્શન અપાયું છે.
હવે સજા પૂર્ણ કરી સમાજમાં પુર્નવસન માટે જેલો ખાતે આવા વિવિધ કાર્યક્રમ થકી અ.પો.મ.નિ અને ડી.જી. જેલ અને સુધારાત્મક વહીવટી અધિકારી ડૉ.કે.એલ.એન.રાવ અને ડી.આઇ.જી. ડો.એસ.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ જેલો ખાતેના તમામ સ્ટાફ આ બાબતે ખૂબ ખંત અને લગનથી રિફોર્મેશન, રિઇન્ટિગ્રેશન અને રિહેબિલટેશન બાબતે સજાગ રહીને અથાગ પ્રયત્નો કરવા અને કેદીઓના સુધારત્મક વલણને કેળવવા કાર્યરત છે. ગુજરાતમાં આ રીતે કેદીઓના સુધારાત્મક વલણ માટે સરકાર દ્વારા કર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.