Mysamachar.in-સુરત
કોરોના વાયરસને લઈને હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે ઔદ્યોગિત વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં ચોરીની સાત ઘટના બની ચૂકી છે. પંખા, કેબલ, ટીવી, સેટટોપ બોક્સ અને અન્ય સામગ્રીની ચોરીની ઘટના સામે આવી છે. આવી એક ચોરીની ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થતા પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. કોરોના વાયરસને લઈને એક બાજુ લૉકડાઉન ચાલે છે ત્યારે શ્રમિકોએ ઉદ્યોગ બંધ હોવાને લઇને પોતાના વતન તરફ દોટ મૂકી રહ્યા છે. સરકાર દ્વારા વેપાર ઉદ્યોગ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ શ્રમિકો વતન જતા રહેતા આ ઉદ્યોગો શરૂ થાય તેવી શક્યતા નથી. આ દરમિયાન ઉદ્યોગોમાં ચોરીની ઘટના સામે આવી રહી છે.
છેલ્લા 10 દિવસમાં 7 જેટલી ચોરીની ઘટનાઓ પાંડેસરા વિસ્તારમાં સામે આવી છે. આવી જ એક ઘટના પાંડેસરા જીઆઈડીસીમાં સીસીટીવીમાં કેદ થઈ છે. ડાઈગ પ્રિન્ટિંગ કરી આપવાના વ્યવસાય સાથે સંકળાયેલા યુનિટમાં ચોરીની ઘટના બની હતી. અહીંયા ચોરી કરવા આવેલા ચોર પંખા, કેબલ, ટીવી, સેટટોપ બોક્સ અને અન્ય સામગ્રીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે તાત્કાલિક પોલીસ મથકે પોલીસને સીસીટીવી આપીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધારે તપાસ શરૂ કરી છે.