Mysamachar.in-જામનગર:
જામનગર કોર્પોરેશનમા આકાર લેતા અનેક કૌભાંડોની જેમ જ ટ્રાવેલ્સનુ કૌભાંડ પણ આગામી દિવસોમાં માહિતી અધિકારના માધ્યમથી ઉજાગર થાય તો નવાઈ નહિ, મનપા દ્વારા માનીતા ટ્રાવેલ્સ ને લાખોની લ્હાણી થાય છે, તે બાબત અધૂરી માહિતીમા પણ સામે આવી ચુકી છે, તેમજ અંદરના કર્મચારીની જ આમા સાંઠગાંઠ કે છુપી ભાગીદારી હોવાનુ ચર્ચાય છે, “સાંઇનાથ” ના વાહનો ભાડે રાખવાનુ કોર્પોરેશને નક્કી કરેલ છે અને જુદા-જુદા દસથી બાર વિભાગો વાહનો ભાડે લઇ જાય તો પોણા બે વર્ષમા દોઢ કરોડથી વધુ રકમનો ધુમાડો થઇ ગયો છે, જે ન્યાયી છે કે કેમ તે અંગે કોઇ જસ્ટીફીકેશન નથી.,
તેમજ જેની સાંઠગાંઠ થી આ સમગ્ર કારસ્તાન ચાલે છે તે કર્મચારીનુ નામ મોટુ છે તે જરૂર મુજબ યોગ્ય "લોકો"ના કામ કરી આપે માટે આ જંગી ખર્ચ ચાલ્યા રાખે છે, તેવી પણ ચર્ચા છે, સમગ્ર મામલાની ઘનિષ્ઠ તપાસ કરાવવાની જરૂર છે કેમકે કોર્પોરેશનનુ પોતાનુ મોટરવાહન વિભાગ હોય( જે અગાઉ હતુ) તો માત્ર વાહન ભાડાના આટલા લખલુંટ ખર્ચ થાય જ નહી તો પછી આ લ્હાણી કરવાનુ કારણ શુ? એક થી વધુ લોકો ની ભાગબટાઇ છે કે શુ? તેવા સવાલો ઉઠ્યા છે, વળી વાહન ભાડા મામલે ઓડીટ નુ મૌન પણ સુચક છે કેમકે ખાસ કોઇ પેરા ટુરના કારણો ટુરની વિગતો કે કોઇપણ મુદે મેમો આપતા પણ ઓડીટ ના અમુક કર્મચારીઓ ડરતા હોવાનો ઘાટ છે.