Mysamachar.in-જામનગર:
આજથી દસ દિવસ પૂર્વે જામનગરના કિશાનચોક વિસ્તારમાં વણિક કંદોઈ સુખડીયા જ્ઞાતિ ના દીપકભાઈ પન્નાલાલ સાકરીયા એ પોતાના પરિવારના પાંચ સભ્યો સાથે આર્થિકભીસને કારણે ઝેરી દવા પી જઈ અને જિંદગી ટૂંકાવી લીધાની ઘટનાએ જામનગર સહીત રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી દીધી હતી,
ત્યારે આજે જામનગર વણિક કંદોઈ સુખડીયા જ્ઞાતિ દ્વારા શહેરના ત્રણદરવાજા થી કલેકટર કચેરી સુધી ની વિશાળ મૌન રેલી યોજી અને આ મામલે મૃતક પરિવારને ના માત્ર બેંકલોન પણ અન્ય વ્યાજે લીધેલા પૈસાની પઠાણી ઉઘરાણી ને કારણે આ પગલું ભર્યાની પણ રજૂઆત કરાઈ છે,અને આ મુદ્દાને લઈને પણ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે વિશાળ મૌન રેલી બાદ કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમા જો વ્યાજખોરો ની ધાકધમકી પણ આ સામુહિક આપઘાત પાછળ જવાબદાર હોય તો આકરા પગલા લેવા પણ રજૂઆત કરાઈ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.