Mysamachar.in-જામનગર:
જેના શીરે સરકારી કાર્યક્રમોના પ્રચાર અને પ્રસારની જવાબદારી છે તેવા જામનગર જિલ્લાનું માહિતી વિભાગ સંપૂર્ણપણે રામભરોષે છે,માહિતી વિભાગની જામનગરમાં એવી તો બેદરકારી જોવા મળી કે જેને જોઈને આશ્ચર્યમા પામ્યા વિના રહી શકાય તેવું નથી,પાંચ આંકડાનો પગાર લેતા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ધૂનમાં કેવા મસ્ત છે તેનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે,જેમાં આગામી તારીખ ૪ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્રમોદી જામનગરની મુલાકાતે છે,ત્યારે ગઈકાલે વડાપ્રધાનના કાર્યક્રમની સમીક્ષા કરવા માટે જીલ્લાના પ્રભારી મંત્રી સૌરભ પટેલ જામનગર ખાતે આવી પહોચ્યા હતા,અને અધિકારીઓ અને પદાધિકારીઓને સાથે રાખીને સમીક્ષા કરી હતી,
ખરેખર માહિતી વિભાગની ફરજ એવી છે કે જે તે દિવસે જયારે મંત્રી મુલાકાત લીધી હોય ત્યારે તમામ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા ને જરૂરી માહિતી,ફોટો અને વિડીયો સાથે સરકારના પ્રચાર અને પ્રસર માટે માહિતી પહોચતી કરવી જોઈએ,પણ અહી તો ગઈકાલે આખોય દિવસ વીતી ચુક્યા બાદ આજે માહિતી વિભાગના બાહોશ અધિકારીઓ અને કર્મચારીઓને ઉઠીને એવું લાગ્યું હશે કે પ્રભારીમંત્રી જામનગરમાં પધાર્યા તેની માહિતી મીડિયાને આપવી જોઈએ,
જેથી આજે ૧૨ વાગ્યે માહિતીવિભાગે પ્રભારી મંત્રી ના ગઈકાલના કાર્યક્રમની માહિતી આજે પહોચાડતા જામનગરનું માહિતીવિભાગ કેટલો સતર્ક છે તેનો પુરાવો આપવા માટે પૂરતું હોય તેમ લાગી રહ્યું છે.જો પ્રભારી મંત્રીને પણ માહિતીવિભાગ આટલું સહજતા થી લઇ રહ્યું હોય તો અન્ય સરકારી કાર્યક્રમોની માહિતી લોકો સુધી પહોચાડતા પત્રકારોને માહિતી વિભાગ કઈ રીતે માહિતી પહોચાડતું હશે તે પણ સવાલ ચર્ચાઈ રહ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.