Mysamachar.in-સુરત:
દિવસે ને દિવસે આપણા સમાજમાં એવા વિચિત્ર કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે ખુબ જ ચિંતાજનક કહી શકાય તેવા છે, સુરત શહેરમાં સમાજને સબંધોને એક કાળી ટીલી રૂપ કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પરિણીત મોટાભાઈ અને તેમના જ નાના ભાઈની પત્ની સાથે પ્રેમ થઈ જતા બન્ને નાશી છૂટ્યા છે, અને આ ચર્ચા ટોક ઓફ ટાઉન બની છે, જેમાં મોટા ભાઈના પત્ની અને નાના બાળકો હાલ ભગવાન ભરોસે મૂકાય ગયા છે. થોડા સમય પૂર્વે સુરતમાં વેવાઈ-વેવાણ ભાગી જવાના કિસ્સાએ સુરત સહીત રાજ્યભરમાં ભારે ચર્ચાઓ જગાવી હતી ત્યાં ફરી આ કિસ્સો સુરતમાં થી જ સામે આવ્યો છે.
આપણા સમાજમા જેઠ વહુનો સંબંધ માન મર્યાદાવાળો કહેવાય છે. આજે પણ અનેક પરિવારોમાં નાની વહુ જેઠ સામે લાજ કાઢતી હોય છે. પરંતુ સુરતમાં સમાજને કાળા ટીલા રૂપી ઘટના બની હતી. જેમાં મોટા ભાઈ અને તેમના નાના ભાઈના પત્નીને પ્રેમ સંબંધ બંધાતા મૈત્રી કરાર કરી ભાગી ગયા હતા. ત્યાર બાદ પરિવારજનોએ બંન્નેને શોધ્યા હતા. પરંતુ મૈત્રી કરાર કરી લીધો હોવાથી કોઈ કઈ કરી શક્યા ન હતા. જોકે મોટાભાઈના પત્નીએ સુરત પુણા પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાના પતિની કરતૂતો છતી થઈ હતી. તેમના પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિ મને વારંવાર મારતા હતા. સાથે જ જુગાર પણ રમતા અને રમાડતા હતા. ને ચોરી છુપે દારૂ પણ વેચતા હતા. જોકે મહિલાની વાત પોલીસે પણ ધ્યાને નહિ લેતા બાદમાં તેણે પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી આપી હતી.જો કે હાલ તો આ કિસ્સાએ ભારે ચર્ચાઓ જગાવી છે.