mysamachar.in-રાજકોટ:
રાજકોટમાં બીએસએનએલ કચેરીના ગેસ્ટ હાઉસમાં ગેસ્ટહાઉસનું સંચાલન કરનાર કર્મચારી તેની પત્ની પુત્ર તેમજ BSNLના કલાસ-2 અધિકારી સહિતનાઓ અહીં યુગલને રૂમ પુરા પાડીને કુટણખાનું ચલાવતા હોવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કરીને એક ગ્રાહક સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે,
રાજકોટ શહેરમાં BSNL ના ગેસ્ટહાઉસમાં ગોરખધંધા ચાલતા હોવાની માહિતી ઇન્ટેલીજન્સ બ્યૂરોને મળતા આ અંગે રાજકોટ પોલીસને જાણ કરાઇ હતી જેના આધારે પ્રદ્યુમ્નનગર પોલીસની તપાસમાં સરકારી કચેરીના ગેસ્ટહાઉસમાં કૂટણખાનું ચાલતું હોવાની ચોક્કસ બાતમીને આધારે દરોડો પાડ્યો હતો,
પોલીસના દરોડા દરમ્યાન કર્મચારી હરેશ ભડિયાત્રા, તેની પત્ની મીના ઉર્ફે મીનાક્ષી અને પુત્ર ગૌરવ ઉપરાંત બીએસએનએલના કલાસ-2 અધિકારી પરાગ મહેન્દ્રભાઇ ઠાકર તેમજ ગ્રાહક સંજય સવાણી સહિત પાંચને દબોચી લેતા કુટણખાનાનો ખુલાસો થયો હતો,
ઉપરાંત પાંચ રૂપલલના ને પોલીસે મુક્ત કરી હતી તેમજ સ્થળ પરથી કોન્ડોમ, દવા સહિતની સામગ્રી પણ પોલીસે કબજે કરી છે.મુખ્ય આરોપી ગેસ્ટહાઉસનું સંચાલક હરેશની પૂછપરછમાં તે છેલ્લા ૪ મહિનાથી અધિકારી પરાગ મહેન્દ્રભાઇ ઠાકરની મદદથી કૂટણખાનું ચલાવતો હોવાનું અને પ્રેમીયુગલને ગેસ્ટહાઉસમાં રૂપિયા 200-500માં રૂમ આપી સુવિધા તેમજ યુવાનો માટે રૂપિયા 1000 લઈને યુવતીઓ પણ ઉપલબ્ધ કરાવી દેતા હોવાનું કબુલ્યું હતું. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.