Mysamachar.in-રાજકોટ:
પબ્જી ગેમ રામનારાઓને ભારે ઘેલુ લાગ્યું છે. ત્યારે રાજ્યના અલગઅલગ જિલ્લાઓમાં આ ગેમને કારણે બાળકો અને યુવાનોમાં હિંસકવૃતીનું પ્રમાણ વધી રહ્યું હોય અને અભ્યાસ પર પણ અસરો જોવા મળતા પબ્જી ગેમ અને મોમો ચેલેન્જ પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાઓ પ્રસિદ્ધ થયા બાદ તેની અમલવારી પણ શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે,
રાજકોટમાં પબ્જી ગેમ રમનારાઓ પર સપાટો બોલાવાયો છે. રાજકોટમાં પ્રતિબંધિત ગેમ પબ્જી રમનારાઑ પર તવાઈ બોલાવીને એક જ દિવસમાં ૭ યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નરના જાહેરનામા બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે,
ઉલ્લેખનીય છે, સૌરાષ્ટ્રમા અનેક શહેરમાં પબ્જી ગેમ પર પ્રતિબંધ લગાવાયો છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પબ્જી ગેમ ઉપર પ્રતિબંધ મૂકાયો છે. તો જામનગર, અરવલ્લી, ગીર-સોમનાથ જિલ્લામાં પણ પબ્જી ગેમ પર પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કહેવાયુ છે કે, હુકમનો ભંગ કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરાશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.