Mysamachar.in:ગુજરાત
1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરતા પહેલા બેંકોમાં સતત ચાર દિવસ સુઘી કામકાજ નહિ થાય. આવું એટલા માટે કારણ કે, યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયને 30 અને 31 જાન્યુઆરીએ બેંક કર્મચારીઓને હડતાલ પર જવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મહિનાના ચોથા શનિવાર અને રવિવારે પણ બેંક બંધ રહેશે. આ રીતે સતત ચાર દિવસ બેંકો બંધ રહેશે. જો તમે પણ આ મહિનાના અંતમાં બેંક સાથે જોડાયેલું કામ બેંક કામ કરવા માંગો છો, તો આ પહેલા પતાવી લો.જો કે બેંકોની ઓનલાઈન સેવા ચાલુ રહેશે. યૂએફબીયુંનો દાવો છે કે, આ હડતાલમાં દેશભરની બધી જ બેંકોના કર્મચારીઓ ભાગ લેશે. બેંક કર્મચારીઓની 5 માંગ છે. બેંક યૂનિયનોની માંગ છે કે, બેંકિંદ કામકાજને 5 દિવસ કરવામાં આવે. તેની સાથે જ પેન્શનને પણ અપડેટ કરવામાં આવે. સાથે જ કર્મચારીઓની માંગ છે, કે એનપીએસને ખત્મ કરી દેવામાં આવે. પગારમાં પણ વધારા માટે વાતચીત કરવામાં આવશે. ઉપરાંત બઘા જ કૈડરોમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે.જેને લઈને બેંક કર્મચારીઓ હડતાલનું શસ્ત્ર ઉગામશે તેવું જાણવા મળે છે.






