Mysamachar.in-જામનગર:
જામનગરના તળાવનીપાળે આવેલ જ્યુબેલી ગાર્ડન નજીક પૂનમબેન ઘનશ્યામભાઈ વિંઝુવાડિયા નામની મહિલા પોતાની અઢી વર્ષની બાળકી જીયા સાથે તળાવનીપાળે ગઈ હતી,ત્યારે જ્યુબેલી ગાર્ડનની બહાર નીકળ્યા બાદ જીયા નામની અઢી વર્ષની બાળકીનું અપહરણ CCTV માં દ્ર્શ્યમાન થાય છે,તે મુજબ કોઈ મહિલા જેને માથા પર ઓઢેલું છે તે દ્રશ્યો છે,તે મહિલા અપહરણ કરીને લઇ જઈ રહી છે,કે કેમ.?શું ખરેખર આ મહિલાનો ઈરાદો અપહરણનો જ હતો કે પછી અન્ય કાઈ..?આ મામલે સીટી-એ ડિવિઝન પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ પણ નોંધાઈ છે,જેને આધારે પોલીસે તપાસ કરી છે.