Mysamachar.in-જામનગર:
રાજ્યના કેટલાય શહેરોમા તાજેતરમાં એવું સામે આવ્યું કે ફિલ્ટરેશન પ્લાન્ટમા પાણી ફિલ્ટર ના થતું હોવા સહિતના પ્રશ્નો ઉઠ્યા હતા,પણ જામનગરમા તો જે જગ્યાએ થી લોકોને પીવાનું પાણી જાય છે તે અંદાજે ચાલીસ વર્ષ જુના ફિલ્ટરેશન પ્લાન્ટની હાલત ખંઢેર કરતાં પણ ખરાબ થઇ જવા પામી છે,અહી છતમાં થી ખરી રહેલા પોપડા પાણીમાં પડે છે અને લોકો તે પાણી પીએ છે સાથે જ ફિલ્ટરેશન પ્લાન્ટમા ફરજ બજાવતા કર્મચારીઓ ના જીવનું પણ જોખમ છે,
ખંઢેરથી પણ બદતર બની ચુકેલા જામનગર પંપ હાઉસ ફિલ્ટર પ્લાન્ટની હાલની સ્થિતિ છે,આ પ્લાન્ટ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલો છે,અંદાજે ચાલીસેક વર્ષ પૂર્વે નિર્માણ પામેલ જુનો પંપ હાઉસ ફિલ્ટરેશન પ્લાન્ટ હાલ સંપૂર્ણ જર્જરિત હાલતમાં છે,તાજેતરમા જ વિપક્ષ સભ્ય દેવશી આહીર પણ આ ફિલ્ટરેશન પ્લાન્ટ ખાતે પહોચ્યા હતા અને સ્થિતિ ની જાત માહિતી મેળવી હતી,જે અહી પોપડાઓ ઉપરની છતમા થી ખરી ને નીચે પીવાના પાણીમાં પડી રહ્યા છે અને તે પાણી લોકો પીવા માટે મજબૂર છે અને લોકોના આરોગ્ય સાથે મનપા રમી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
આમ તો વિકાસના દાવાઓ કરતી ભાજપ સરકાર વિકાસના કામોના બણગાંઓ ફૂંકવામાં થી ઉંચી નથી આવતી ત્યારે ૨૫ વર્ષ કરતાં વધુ સમયથી ભાજપા શાશિત મનપાની ઘોર બેદરકારીનો નમુનો આ ફિલ્ટરેશન પ્લાન્ટ પુરો પાડે છે,શહેરીજનોને તો અહીંથી પાણી આપવામાં આવે જ છે પણ અહી કામ કરતાં કર્મચારીઓના જીવ પર પણ જર્જરિત હાલત ને કારણે જોખમને પણ નકારી શકાય નહી..
શું કહે છે નાયબ ઈજનેર બોખાણી..
આ મામલે વોટરવર્કસ વિભાગના નાયબ ઈજનેર પી.સી.બોખાણીની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવો એ કહ્યું કે આ ફિલ્ટરેશન પ્લાન્ટ અંદાજે પચાસેક વર્ષ પૂર્વે નિર્માણ પામ્યો છે,હાલ તે જર્જરિત હાલતમાં છે,અને સ્લેબ તૂટી ગયા છે,આ ફિલ્ટર પ્લાન્ટ ને ડીસફિલ્ટર કરી નવો ૩૦ એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ અને નવી મશીનરી સાથે નવો પ્લાન્ટ બનાવવા માટે ટેન્ડરો બહાર પાડી ભાવો માંગ્યા છે.હાલ તેની પ્રક્રિયા ચાલુ છે,અને દોઢેક વર્ષમાં નવો ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત થઇ જશે..