Mysamachar.in-દાહોદ
દારૂની હેરફેરના નીતનવા કીમીયાઓ સામે આવતા રહે છે, આવો વધુ એક કીમિયો દાહોદ જીલ્લાના દેવગઢ બારિયામાં સામે આવ્યો છે, જ્યાં ભથવાડા ચેકપોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ દરમિયાન કારના બોનેટમાં ચોરખાનુ બનાવી લઇ જવાતો 1.22 લાખ ઉપરાંતના દારૂ સાથે વડોદરાના ચાલકની ધરપકડ કરી હતી. કુલ 1,73,730 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પીપલોદ પોલીસે ગુનો નોંધ્યો હતો. લીમખેડા તરફથી કારમાં વિદેશી દારૂ બિયરનો જથ્થો ભરી લઇ ગોધરા તરફ જઇ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પી.એસ.આઇ. સહિતનો પોલીસ સ્ટાફ ભથવાડા ટોલનાકે વોચમાં હતા.
ત્યારે બાતમીમાં દર્શાવેલી ગાડી આવતાં તેના ડ્રાઇવર વડોદરાના બાજવાના મોહનસિંહ રણવિરસિંહ શેકાવતને નીચે ઉતારી ગાડીમાં તલાસી લેતાં પાછળના ભાગની ડીકીમાં તથા આગળના બોનેટના ભાગે ચોરખાનું બનાવી સંતાડી મુકી લઇ જવાતો દારૂ તથા બિયરની કાચની બોટલો તથા દારૂની પ્લાસ્ટીકની કુલ 118 બોટલો જેની કિંમત 1,22,730ની મળી આવી હતી. જથ્થો, એક મોબાઇલ તથા 50 હજારની ગાડી મળી કુલ 1,73,730 રૂપિયાના મુદ્દામાલ સહિત ડ્રાઇવરની ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.