Mysamachar.in-જામનગર:
હાલના સમયમાં યુવકો જો પોતાના લગ્ન યોગ્ય ઉમર થઇ જવા છતાં ના થતા હોય તો યુવક અને યુવતીઓ મેટ્રીમોનિયલ સાઈટો થકી પોતાનો બાયોડેટા તેમાં અપલોડ કરી અને યોગ્યપાત્રની શોધખોળ કરતાં હોય છે,પણ તેમાં કયું પાત્ર કેટલું સાચું અને કેટલું ખોટું તેનો એક ચોંકાવનારો કિસ્સો જામનગરમા સામે આવ્યો છે,અને મેટ્રોમોનિયલ સાઈટો થકી પોતાના જીવનસાથીની પસંદગી કરનાર યુવક અને યુવતીઓ માટે લાલબતી સમાન પણ છે,
પોલીસમાં થી પ્રાપ્ત થઇ રહેલ વિગતો મુજબ જામનગર નજીક આવેલ રિલાયન્સ રીફાઈનરીમા સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા મૂળ હરિયાણાના વિકાસ વિજય સાંગવાન નામના વ્યક્તિએ પોતે પોતાના લગ્ન માટે એક જાણીતી મેટ્રોમોનિયલ સાઈટ પર પોતાની પ્રોફાઈલ બનાવી હતી,અને પોતે ખરેખર રિલાયન્સ કંપનીમાં સિક્યુરિટી ઓફિસર હોય પણ તેને પોતાની ઓળખ પ્રોફાઈલમા આર્મીના કર્નલ તરીકે આપી હતી,જેના આધારે તેનું એક યુવતી સાથે સગપણ નક્કી થયું હતું,જે બાદ યુવતીના માતાપિતાને યુવક અંગે કોઈ શંકા લાગતા તેને યુવક વિકાસ સાંગવાન અંગે તપાસ કરાવતા સામે આવ્યું કે વિકાસ ખરેખર આર્મીમાં કર્નલ નથી,
જે બાદ જે જગ્યાએ પરિવાર તપાસ કરાવી રહ્યો હતો ત્યાંથી આર્મી ઈન્ટેલીજન્સને પણ આ અંગે જાણ થઇ જતા આર્મી ઇન્ટેલિજન્સ જેમની સાથે વિકાસને સગપણ નક્કી થયું હતું,તેનો સંપર્ક સાધીને તેનો મોબાઈલ નંબર મેળવી અને વિકાસ સાંગવાન નું લોકેશન ચેક કરતાં વિકાસનું લોકેશન રિલાયન્સ નજીક થી મળી આવ્યું હતું,
જે બાદ ભુજ આર્મી કેન્ટોનમેન્ટમા ફરજ બજાવતા રાજેશ સનાભાઈ રાઠોડએ કલમ ૧૭૦,૧૭૧ હેઠળ વિકાસ સાંગવાન વિરુદ્ધ ગુન્હો નોંધાવતા મેઘપર પોલીસ મથકે ગુન્હો નોધાયા બાદ આ મામલાની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે, એસઓજી ને પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે વિકાસે હાલ માત્ર આર્મી ના કર્નલ જેવો શર્ટ જ બનાવ્યો છે,અને તેમાં વિવિધ પ્રશંશાપત્રો લગાવી અને તેનો ઉપયોગ માત્ર પોતાની પ્રોફાઈલમા ફોટો અપલોડ કરવા માટે કરતો હોવાનું સામે આવ્યું છે,છતાં પણ એસઓજી ઇન્ચાર્જ પી.આઈ.એચ.બી.ગોહિલ સહિતની ટીમ દ્વારા વિકાસ સાંગવાનની વિશેષ પૂછપરછ અને રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.