Mysamachar.in-અમદાવાદ:
જાન્યુઆરી-2024 માં રાજ્યને જીએસટી અને વેટ થકી કુલ ₹ 8,922 કરોડની આવક થયેલ છે. જે જીએસટી અમલીકરણ બાદની બીજા ક્રમની સૌથી ઊંચી માસીક આવક છે. આ અગાઉ ચાલુ નાણાકીય વર્ષના એપ્રીલ માસમાં સૌથી ઊંચી માસીક આવક થયેલ છે. આમ, જીએસટી અમલીકરણ બાદ ચાલુ નાણાકીય વર્ષમાંજ પ્રથમ તેમજ દ્વીતીય ક્રમની સૌથી ઊંચી માસીક આવક થયેલ છે
રાજ્યને જીએસટી હેઠળ જાન્યુઆરી 2024માં ₹ 5,861 કરોડની આવક થયેલ છે. જે ડીસેમ્બર-2023 માં થયેલ આવક (₹ 5,082 કરોડ) કરતા 15% વધુ છે તેમજ જીએસટીના અમલીકરણ બાદ જીએસટી હેઠળ રાજ્યને થયેલ બીજા ક્રમની સૌથી ઊંચી માસીક આવક છે. રાજ્યને વેટ હેઠળ ₹ 3,061 કરોડની આવક થયેલ છે જે ડીસેમ્બર-૨૦૨૩ માં વેટ હેઠળ થયેલ આવક (₹ 2792 કરોડ) કરતા 10% વધુ છેચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરી માસ સુધીમાં રાજ્યને જીએસટી અને વેટ હેઠળ કુલ ₹ 89,765 કરોડની આવક થયેલ છે, જે રાજ્ય કર વિભાગને ફાળવવામાં આવેલ લક્ષ્યાંક ₹ 1,05,876 કરોડના 85% છે.