Mysamachar.in:જામનગર
જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટેના પાણીની ખુબ જ તંગી છે. તેથી ઉનાળુ પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોની સ્થિતિ કફોડી બની રહી છે. અને પાકને બચાવવા પાણીનું પિયત આપવું ખુબજ આવશ્યક છે. જો સૌની યોજનાનું પાણી વાલ્વ દ્વારા વોકળા અને નદીઓ મારફત પાણી છોડીને ચેકડેમ ભરવાથી હજારો વીઘા જમીનમાં વાવેતર કરેલ પાકને બચાવી શકાય તેમ છે. કંકાવટી નદી પર મુકેલ વાલ્વમાંથી પાણી છોડવાથી આજુબાજુના ગામો જગા, મેડી, વરણા, જામવંથલી, લાખાણી મોટોવાસ, લાખાણી નાનોવાસ, રણજીતપર, ખીલોશ અને ફલ્લા વગેરે ગામોના ખેડૂતોના પાક બચાવી શકાય તેમ છે.
તેવી રીતે અન્ય વાલ્વમાંથી પાણી છોડવાથી જામનગર તાલુકાના અન્ય ગામોના ખેડૂતોના પાકને બચાવી શકાય તેમ છે. જેથી સરકાર ખરેખર જો ખેડૂતોની આવક બમણી નહિ પણ તેનાં કરેલા ખર્ચ અને માલધારીઓના માલઢોર બચાવવાની સંવેદનશીલતા આ સરકારમાં હોઈતો પળવારનો પણ વિલંબ કર્યાં વગર પાણી છોડી દેવું જોઈએ અને વાસ્તવિક ખેડૂતોના પાક બચાવવા માટે પાણી આપવા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ વશરામ રાઠોડે મુખ્યમંત્રીને લખેલ પત્રમાં રજૂઆત કરી છે.






