Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
રાજ્ય સરકાર દરવર્ષ ચોમાસા પૂર્વે રાજ્યમાં ડેમો અને તળાવો ઊંડા ઉતારવા માટેના કામો શરુ કરે છે, જેના થકી જળસંગ્રહ શક્તિ વધે છે તેની સામે ડેમ તળાવમાં થી નીકળતી માટી આસપાસના ખેડૂતોને ખેતરની જમીન માટે મળી રહે છે, આ માટી એટલે કે કાંપ મફત લઇ જવાનો હોય છે, પરંતુ કેટલાક ગામોમાં સરપંચો અને તેના મળતિયાઓ આ કામને ધંધો બનાવી અને એક ટ્રેક્ટર દીઠ મનફાવે તેવા નાણા ખેડૂતો પાસેથી ઉઘરાવે છે, આવું જ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકામાં સામે આવ્યું છે જ્યાં સરપંચ પતિ, ગ્રામ પંચાયત સભ્ય સહીત 4 સામે એસીબીએ કાર્યવાહી કરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના રામનગર ખાતે આ કેસના ફરીયાદી તથા અન્ય લોકોના વાહનો “ઘી ડેમ” માંથી કાંપ ભરી રામનગર ગ્રામ પંચાતયના રસ્તેથી નિકળવા બાબતે સરપંચના પતિ રામનગર ગ્રામ પંચાયતના સરપંચના પતિ સુનિલભાઇ કાંન્તીલાલ નકુમ તેમજ સુનિલભાઇ કાંન્તીલાલ નકુમ રામનગર ગ્રામ પંચાયતના સભ્યના ભત્રીજા તેમજ પાંચાભાઇ મનજીભાઇ નકુમ રામનગર ગ્રામ પંચાયતના સભ્ય તેમજ લલીતભાઇ વેલજીભાઇ ડાભી રામનગર ગ્રામ પંચાયતના સભ્યના પતિએ મળીને પોતાના તથા પત્નીના તથા સગા સંબધીના હોદ્દાની રૂએ પોતાના અંગત આર્થિક લાભ લેવા માટે એક સંપ થઇ. ફરિયાદી તેમજ અન્ય વાહનચાલકો પાસે અવાર નવાર મોબાઇલ ફોનથી તેમજ રૂબરૂ રૂપીયા ત્રણ લાખની લાંચની માંગણી કરી યેન કેન પ્રકારે હેરાન કરી રામનગર ગ્રામ પંચાયતના રસ્તેથી વાહનો નિકળવા દેવાના અવેજ પેટે ગેરકાયદેસર લાંચની માંગણી કરતા હોય જે રકઝકના અંતે રૂપીયા 2,000,00/- લાખ લાંચના આપવાનું નક્કી થયેલ,
જે લાંચની રકમ ફરીયાદી તેમજ અન્ય લોકો આપવા માંગતા ન હોય, જેથી ફરીયાદીએ દેવભુમી દ્રારકા એ.સી.બી. પોલીસનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાંનુ આયોજન કરતાં આરોપીઓ પૈકી સુનિલભાઇ કાંન્તીલાલ નકુમ સરપંચ પતિ તથા પાંચાભાઇ મનજીભાઇ નકુમએ ફરીયાદી પાસે રૂ.2,000,00/-ની માંગણી કરી, સ્વીકારી, એક બીજાને મદદગારી કરી સ્થળ ઉપર પકડાય ગયેલ તેમજ પાંચાભાઇ મનજીભાઇ નકુમ અને પાંચાભાઇ મનજીભાઇ નકુમ વાળા સ્થળ પર હાજર મળી આવેલ નથી. જેની શોધખોળ એસીબીએ આદરી છે.