Mysamachar.in-જામનગર:
જામનગર લાલપુર બાયપાસ રોડ પર દરેડ નજીક યુનિટી બ્રાસ વર્લ્ડ ખાતે ભવ્ય ધાર્મિક ‘અલૌકિક મનોરથ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યમુના મહારાણીજીનો લોટી ઉત્સવ અને શુભ અલૌકિક મનોરથ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ અલૌકિક મનોરથમાં રાસ કીર્તન, ગીરીરાજ સ્તંભ, સામૈયા, પલના નંદ ઉત્સવ, લોટી ઉત્સવ, વચનામૃત અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત, યુનિટી બ્રાસ વર્લ્ડ પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોટી હવેલીના પૂજ્ય રસદ્રારાયજી મહોદય, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, હેમંત ખવા, જીલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, લલિત રાદડિયા, યુનિટી બ્રાસ હબના અશ્વિનભાઈ વિરાણી, ભાવેશભાઈ ગાગીયા (બાદશાહભાઈ) સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે યુનિટી બ્રાસ વર્લ્ડના આ ધાર્મિક કાર્યક્રમ અને સરદાર પટેલના સ્ટેચ્યુના અનાવરણને મહત્વ આપતા જણાવ્યું હતું કે, “સરદાર પટેલ માત્ર એક રાજનેતા જ નહીં, પરંતુ ખેડૂતો અને દેશના એકતાના પ્રતીક હતા. તેમનું જીવન અને કાર્યો આપણને સૌને પ્રેરણા આપે છે. યુનિટી બ્રાસ વર્લ્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમ અને સરદાર પટેલના સ્ટેચ્યુનું અનાવરણ એક પ્રેરણાદાયી પહેલ છે.”યુનિટી બ્રાસ વર્લ્ડના આયોજકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌનો આભાર માન્યો હતો.