Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને શહેરના વોર્ડ નં. 3ના ભાજપના કોર્પોરેટર સુભાષ જોષી આ વિસ્તારના લોકોમાં ૧૦૮ નું બિરુદ ધરાવે છે. આ વિસ્તારમાં ના માત્ર લોક સુવિધાઓ પણ મતદારો સાથે પારિવારિક માહોલ બનાવનાર સુભાષ જોશી કોઇપણ સુખદુઃખનો પ્રસંગ હોય હંમેશા પરિવારની માફ઼ક વોર્ડના લોકો સાથે રહે છે જેથી તે આ વિસ્તારના લોકોમાં એક અનોખું સ્થાન પણ ધરાવે છે.
સુભાષ જોશી દ્વારા ગત શનિવારના રોજ સતત ચોથા વર્ષે વિશ્વકર્મા બાગ ખાતે વોર્ડ નં. ૩ ના ધોરણ ૧૦ અને ૧૨ ના તમામ ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ આયોજીત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તથા અન્ય મૃતકોને બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ. બાદમાં, વિકાસગૃહની બાળાઓ દ્વારા ગણેશ સ્તૃતિ અને સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવેલ.
આ સન્માન સમારોહમાં ૪૮૫ વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવેલ. આ પ્રસંગે ખાસ સ્વામીનારાયણ મંદિર બેડી ગેઇટના પ.પૂ. મહંતશ્રી ચર્તુભુજ સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ. આ પ્રસંગે શહેર અધ્યક્ષ બિનાબેન કોઠારી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસકપક્ષ નેતા આશિષ જોષી, શહેર ભાજપ પૂર્વ અધ્યક્ષ ડો. વિમલ કગથરા, હસમુખ હિંડોચા, નિલેશ ઉદાણી, મુકેશ દાસાણી, પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી, પૂર્વ મેયર દિનેશ પટેલ, અમીબેન પરીખ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશન ડાંગર, પાર્થ પંડયા, ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ રમણીકભાઈ ગોરેચા, ટ્રસ્ટી દિલીપભાઈ ભારદીયા (મામા), ડ્રીસ્ટ્રીક બેંકના પૂર્વ ડાયરેક્ટર પ્રવિણસિંહ ઝાલા, હાપા માર્કેટીંગ યાર્ડના પૂર્વ ડાયરેકંટર ધીરૂભાઇ કારીયા, શ્રીજી શીપીંગના મિતેષભાઇ લાલ, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા, શિક્ષણ સમિતિ ચેરમેન ૫૨સોતમ કકનાણી, શહેર ઉપપ્રમુખ કે. જી. કનખરા, ખુમાનસિંહ સરવૈયા,
કોર્પોરેટરઓ કીશનભાઈ માડમ, જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, પરાગભાઈ પટેલ, અલ્કાબા જાડેજા, પન્નાબેન કટારીયા, ધીરેનકુમા૨ મોનાણી, મુકેશભાઈ માતંગ, મનિષભાઈ કટારીયા, કેશુભાઈ માડમ, અરવિંદભાઈ સભાયા, હર્ષાબા જાડેજા, પ્રભાબેન ગોરેચા, અમીતાબેન, ઇન્દ્રદીપ સોસાયટીના પ્રમુખ બિનાબેન સામાણી તથા દિપકભાઇ સામાણી, ભાવેશભાઈ કાનાણી, પત્રકાર હિરેનભાઇ ત્રિવેદી, રવિભાઇ બુધ્ધદેવ, ડોલરભાઈ રાવલ, વિજયભાઈ કોટેચા, વિપુલભાઈ ચૌહાણ, હરદિપસિંહ ભોગલ, ઉપેન્દ્રભાઈ ગોહિલ, પાર્થભાઈ સુખપરીયા, ડો. કે. એમ. આચાર્ય, ડો. વિજયભાઈ પોપટ, ડો. અતુલ વેકરીયા યુવા મોરચો શહેર પ્રમુખ દિલીપસિંહ જાડેજા, વોર્ડ નં. ૩ પ્રભારી નિતીનભાઈ સોલાણી, પી.ડી. રાયજાદા, બહ્મદેવ સમાજ રાજકોટના મિલનભાઈ શુકલ, બહ્મ સમાજ જામનગ૨ જીલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, મહાનગરપાલિકાના શહેર સંગઠનના હોદેદારઓ, સામાજીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં. ૨ ના કોર્પોરેટરઓ તથા વોર્ડની સમગ્ર ટીમ દ્વારા સુભાષભાઈ જોષીનું હાલારી પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે સાંસદ પુનમબેન માડમ,કેબીનેટ મંત્રી રાધવજીભાઈ પટેલ, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા, વગેરે અન્ય કાર્યક્રમમાં હોવાથી ઉપસ્થિત રહી શકેલ નહી. જેથી તેમના દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવેલ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ચંદન ઈન્સ્ટીટયુટના નૈમિષભાઈ ધ્રુવ, જૈનમ ક્લાસીસના વિમલભાઇ ફોફરીયાએ ખાસ જહેતમ ઉઠાવેલ તથા સુભાશભાઈ જોપી તથા સિધ્ધાંત જોશીના વિશાળ મિત્ર વર્તુળે કાર્યક્રમને સફળ બનાવેલ અને કાર્યક્રમને ચા૨ચાંદ લગાડેલ. કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ કે. જાડેજાએ કરેલ. કાર્યક્રમ પૂર્ણ થયે તમામ માટે સ્વરૂચી ભોજનનું આયોજન કરવામાં આવેલ અને તમામ મહેમાનઓએ પણ સુભાષભાઇ જોશી તથા સિધ્ધાંતભાઈ જોષીની આ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાની પ્રવૃતિઓને બિરદાવેલ.