Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ યાત્રાધામ તિરૂપતિ બાલાજી મંદિરની પ્રસાદની ગુણવત્તા અંગે તાજેતરમાં થયેલ વિવાદ બાદ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ જગતમંદિરમાં પણ ભાવિકોમાં વિતરણ કરાતા પ્રસાદની ગુણવત્તા અંગે મંદિર દેવસ્થાન સમિતિના વહીવટદાર તથા IAS અમોલ આવટે (મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી) દ્વારા જામનગર ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન ટીમ દ્વારા જગતમંદિરમાં બનતા પ્રસાદની ચકાસણી માટે પ્રસાદીમાં વપરાતો લોટ, ઘી, મેંદો સહિતની વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે અંગે આગામી 15 દિવસમાં રીપોર્ટ આવશે. આ અંગે દ્વારકાધીશ મંદિરના પૂજારીએ પણ જગતમંદિર તૈયાર કરાતી પ્રસાદી શુદ્ધતાપૂર્ણ હોવાનું જણાવ્યું છે. આ અંગે મંદિર વહીવટદારે જણાવ્યું હતું કે જામનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે, પણ લગભગ કાઈ વાંધાજનક નીકળશે નહિ તેવો અમોને વિશ્વાસ છે.