Mysamachar.in-સુરત
આજના સમયમાં સગાઈ થઈ હોય તો પણ ધ્યાન રાખવું પડે એમ છે. જેમાં પોતાની જ પ્રેમિકાના સ્નાન કરતી વેળાના અને ધરાર શારિરીક સંબંધ બાંધીતી વેળાના ફોટાઓ અને વિડિયો વાઈરલ કરી તેને બદનામ કરવાનો સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના રૂદરપુરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી 15 વર્ષીય તરુણી જાન્યુઆરી મહિનામાં સમાજના ધર્મગુરુના કાર્યક્રમમાં ગઈ હતી. ત્યારે ત્યાં સેવામાં આવેલાં મુર્તુઝા નામના યુવકના પરિચયમાં આવી હતી.
મુંબઈના મલાડમાં પઠાણવાડી વિસ્તારમાં રહેતો મુર્તુઝા પરિવારને પસંદ પડતાં એ યુવતીની મુર્તુઝાની સગાઈ પણ કરી દેવાઈ હતી. સગાઈ બાદ મુર્તુઝા અવારનવાર યુવતીના સંપર્કમાં રહેતો. લોકડાઉન દરમિયાન આ યુવાન સુરતમાં જ ફસાઈ જતાં યુવતીના ઘેર રોકાઈ ગયો હતો. આ દરમિયાન બંનેના સંબંધો વધુ ઊંડા બન્યા હતા. એવામાં એક દિવસ યુવતી સ્નાન કરતી હોય તે વખતે મોબાઈલ ફોનમાં શૂટિંગ કરી લઈ તે વાયરલ કરવાની ધમકી આપી મુર્તુઝાએ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. તેનું મોબાઈલમાં શૂટિંગ ઊતારી અને ફોટાઓ પણ લીધા હતા.
મુર્તુઝાને તેનાં શંકાશીલ સ્વભાવને લીધે શંકા જતાં યુવતીના ચારિત્ર્ય પર વારંવાર શંકા કરતો. યુવતીના પિતાએ સગાઈને તોડી નાંખતાં મુંબઈ પહોંચેલાં મુર્તુઝાએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. મુર્તુઝાએ પોતાની આ પૂર્વ પ્રેમિકા સાથે સ્નાન કરતાં અને શારીરિક સંબંધો બાંધતાં જે ફોટાઓ અને વિડિયો હતાં તે સોશિયલ મિડિયામાં વાયરલ કરેલ. સગીર યુવતી સાથે સ્વાર્થ સંતોષી આ રીતે યુવતીને બદનામ કરતાં તે હતાશ થઈ ગઈ હતી. સામાજિક બદનામીના ભયથી સગીરાએ ફિનાઈલ ગટગટાવી આપઘાતની કોશિશ કરી હતી. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચતા અઠવા પોલીસે આ મામલે મુર્તુઝા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.