My samachar.in:ભુજ
આપણે ત્યાં વારંવાર સલામત સવારી એસ.ટી.અમારી ના સુત્રો તો સાંભળવા મળે છે, પણ અન્ય વાહનોની જેમ ક્યારેક એસ.ટી.ની સવારી પણ અસલામત થઇ જાય તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે, ભુજથી રવિવારે સવારે 10.30 વાગ્યાના સમયે નખત્રાણા જવા માટે રવાના થયેલી નખત્રાણા-ભુજ રૂટની એસટી બસનું પાછળનું ટાયર યક્ષ બોંતેર પાસે જોટામાંથી છૂટું પડી જતા બસમાં બેસેલા મુસાફરોના શ્વાસ અદ્ધર ચઢી ગયા હતા, જો કે બસચાલકે સમયસૂચકતા વાપરી બસને તુરંત સાઈડમાં થોભાવી દીધી હતી જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બનતા અટકી ગઈ હતી.બસનું ટાયર તેના પાછળના જોટામાંથી નટ બોલ્ટ નીકળી જતાં છુટું પડી ગયું હતું પરંતુ તે બસના મડગારમાં ફસાઈ ગયું હતું. જેનો અવાજ આવતા તુરંત ડ્રાયવર દ્વારા બસને સાઈડમાં થોભાવી દેવામાં આવી હતી. તેમજ બસમાં સવાર 50 જેટલા મુસાફરો માટે તાકીદના ધોરણે બસ રીપેર કરાવી આપવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને પ્રકારની ઇજા પહોંચી નથી.