Mysamachar.in-ગાંધીનગર
રાજ્યના આણંદમાં તાજેતરમાં જ આર.આર.સેલ એટલે કે રેંજ આઈજીની ટીમના પોલીસ કોન્સ્ટેબલ 50 લાખની લાંચ લેતા ઝડપાઈ ચૂક્યાના ઘેરા પ્રત્યાઘાતો સરકાર સુધી પડ્યા હતા, એવામાં આજે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજથી જ રાજ્યમાં આર.આર.સેલ જે 1995થી કાર્યરત હતી તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે, આર.આર.સેલનું વિસર્જન થતાં પોલીસમેનો હવે જિલ્લામાં ફળવાશે અને એસપીને વધુ મજબુત કરવાના પ્રયાસો થશે, વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે રક્ષક ભક્ષક બનશે તે કોઈપણ કિસ્સામાં ચલાવી લેવાશે નહિ.