Mysamachar.in-અમદાવાદ:
જે રાજ્યમાં મહિલાઓની સલામતીની ગુલબાંગો પોકારવામાં આવે છે, તે ગુજરાત રાજ્યમાં લગભગ દરરોજ એકથી વધુ કિસ્સાઓ મહિલાઓની સતામણીના બને છે, મહિલાઓ દુષ્કર્મની ભોગ બને છે, એવામાં રાજ્યના મેટ્રોસીટી અમદાવાદમાં રીક્ષાચાલક શખ્સનો એક એવો કિસ્સો પ્રકાશમા આવ્યો છે, જેને કારણે હવે યુવતીઓએ રીક્ષામાં બેસતા પૂર્વે હિમ્મત એકઠી કરવી પડશે,
અમદાવાદમાં જે કિસ્સો પ્રકાશમા આવ્યો છે, તેમાં રીક્ષાવાળએ કોલેજીયન યુવતી સાથે રોમિયોગીરી કરી હોવાનું સામે આવે છે, અમદાવાદના શીલજ વિસ્તારમાં રહેતી એક 18 વર્ષીય યુવતી થોડા દિવસ પહેલા કોલેજ જવામાં મોડું થતા રીક્ષામાં બેસીને કોલેજ પહોંચી હતી. ત્યારથી જે રીક્ષામાં યુવતી બેઠી હતી તે રીક્ષાચાલકની દાનત બગડવાની શરૂઆત થઇ હતી, રીક્ષાવાળો તેને દરરોજ પોતાની રીક્ષામાં બેસવા દબાણ કરતો હતો પરંતુ યુવતી ના પાડતી હતી. અને રીક્ષાચાલક તો યુવતી પાછળ એટલો પાગલ બન્યો હતો કે, તે કોઇ મિત્ર કે જ્યાં પણ જાય તેનો પીછો કરતો હતો.
બે દિવસ પૂર્વે યુવતીને હદ થઇ ગયાનો અહેસાસ ત્યારે થયો કે યુવતી કૉમર્સ છ રસ્તા નજીક ઊભી હતી ત્યારે રીક્ષાચાલક તેની નજીક આવ્યો હતો અને તમે કેમ મારી રીક્ષામાં બેસતા નથી? મારે ધંધો થતો નથી. મારાથી કેમ ડરો છો કહી અને જતો રહ્યો હતો. અને થોડીવાર બાદ ગુલાબ લઈને ત્યાં પહોચ્યો હતો અને ફ્રેન્ડશીપ કરવા કહ્યું હતું. જો તે નહીં કરે તો કંઈક કરી નાંખશે તેમ કહી વાત કરતા યુવતીએ તેને જતા રહેવા કહ્યું હતું. આખરે યુવતી અને તેનો ભાઇ મળીને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચીને રીક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે, તો ફરિયાદ બાદ પોલીસે પણ આ ઘટનાના પગલે રોમિયોગીરી કરનાર રીક્ષાચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.