Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં વરસાદની ઋતુ ચાલી રહી છે આ વચ્ચે રાજ્યના કેટલાય હાઈવે સહિતના રસ્તાઓ ઉબડ ખાબડ બન્યા છે અને કેટલાય રસ્તાઓ પરથી પસાર થવું વાહનચાલકો માટે મુસીબતરૂપ બન્યું છે, ત્યારે રાજ્યના માર્ગ મકાન મંત્રી પુર્ણેશ મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપતા કહ્યું કે આ કુદરતી પ્રક્રિયા છે…વરસાદની પેટર્ન બદલાઈ છે પહેલા આખી સિઝનમાં 60 વરસાદ થતો હવે બે ત્રણ દિવસમાં 50/60 ઇંચ વરસાદ પડે છે અને આ રીતે વરસાદની પેટર્ન બદલાઈ હોય તેને કારણે રસ્તાઓની હાલત આવી થવી સ્વભાવિક છે, પણ ઝડપથી ઉઘાડ નીકળે તેને મરામત કરવામાં આવશે.