Mysamachar.in-ગાંધીનગર
આ વર્ષે રહી રહી ને એટલે કે ચોમાસાની ઋતુ પૂર્ણ થવાને સમયે ધોધમાર વરસાદ વરસ્યો, એવામાં ભારે વરસાદને પગલે સમગ્ર રાજ્યના કેટલાય રસ્તાઓની બિસ્માર સ્થિતિ જોવા મળી હતી. તેને લઈને પ્રજાની હાલાકી ખૂબ મોટા પ્રમાણમાં વધી હતી. અને હજુ પણ કેટલાક સ્થળોએ આવી સ્થિતિ હયાત છે, એવામાં રાજ્યભરની અંદર જે રોડ રસ્તાઓની સ્થિતિ ઊભી થઈ હતી તેને લઈને રાજ્યના માર્ગમકાન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા તમામ ફરિયાદો પોતાના વોટસએપ પર મોકલવા માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં ફરિયાદો મળ્યા બાદ અમે તેને તાત્કાલિક અસરથી રિપેર કરવાનો પ્રયાસ કર્યો હોવાનું અને 90% કામગીરી પૂર્ણ થઇ હોવાનો દાવો તેને કર્યો…
વરસાદના કારણે રસ્તાઓ જોવાયા હતાં. તેને તાત્કાલિક અસરથી રીપેરીંગ કરીને પ્રજાને મુશ્કેલીઓ હલ કરવા માટે તે દિશામાં કામગીરી કરવી જરૂરી હતી.મંત્રીએ વધુમાં કહ્યું કે અમારા વિભાગ દ્વારા સતત વરસાદ જ્યારે પણ થોડા સમય માટે બંધ રહ્યો હતો. ત્યારે આ કામગીરી ખૂબ જ ઝડપથી કરવામાં આવી હતી. તેના પરિણામે અમે 90% જેટલા રોડ રસ્તાઓ રીપેરીંગ પાંચ વર્ષની કામગીરી પૂર્ણ કરી શક્યા છે. આગામી દિવસોમાં અભિયાન હજી પણ ચાલુ રહેશે. જેટલું પણ કામ બાકી છે. તેને ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. જોકે પૂર્ણેશ મોદી દ્વારા 90% કામગીરી પૂર્ણ કર્યું હોવાનો દાવો કેટલો મજબૂત છે. તે તો પ્રજા હાલ જ્યારે રસ્તા ઉપર પોતાનું વાહન ચલાવતી હશે. ત્યારે તે જ કહી શકે.