Mysamachar.in:જામનગર
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાંથી વાહનચોરીની ઘટનાઓમાં વધારો થવા લાગ્યો હતો, જેને લઈને થોડા દિવસો પૂર્વે સીટી સી ડીવીઝન 10 બાઈક સાથે એક ગેંગ ઝડપી પાડ્યા બાદ આજે સીટી એ ડીવીઝન ડી સ્ટાફે વાહનચોરીમાં સંડોવાયેલા 4 ઇસમોને ઝડપી પાડી 13 બાઈકચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે.
જામનગર શહેરમા બનતા વાહન ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધવા સીટી એ ડીવીઝન પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડાના માર્ગદશન મુજબ સીટી એ ડીવી. પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં કમાન્ડ કંટ્રોલના કેમેરા આધારે વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે તપાસ કરતા હતા દરમ્યાન આજે બાતમીદારથી ચોકકસ હકિકત મળેલ હોય કે વસંતવાટીકા શેરી નં-3 માં રહેતો દિવ્યરાજસિંહ ઉર્ફે રાજભા નરેન્દ્રસિંહ જાડેજા તથા તેમના મિત્રો મુકેશ ઉર્ફે કારીયો પાલાભાઇ માડમ તથા યોગીરાજસિંહ ઉર્ફે યોગી વેલુભા જાડેજા તથા વિજયસિંહ હઠીસિંહ જાડેજાએ સાથે મળી જામનગર શહેર તથા આજુબાજુના વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ મોટર સાયકલો વેચવા માટે વસંતવાટીકા અંદર રીધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટ ના પાર્કીંગમાં ભેગા કરેલ છે.
જે હકીકત આધારે રેઇડ કરતા દિવ્યરાજસિંહ ઉર્ફે રાજભા નરેન્દ્રસિંહ જાડેજા જાતે ધંધો.જી.આર.ડી. માં નોકરી રહે, રણજીતસાગર રોડ, મુકેશ ઉર્ફે કારીયો પાલાભાઇ માડમ, યોગીરાજસિંહ ઉર્ફે યોગી વેલુભા જાડેજા. વિજયસિંહ હઠીસિંહ જાડેજા જાતે ગીરા ઉવ.25 ધંધો. હોમગાર્ડમાં નોકરી રહે. રણજીતસાગર રોડ નંદનવન સોસાયટી-1 પીંજારાવાસ જામનગર વાળા મળી આવેલ હોય અને તેઓની બાજુમાં અલગ અલગ મોટર સાયકલો પડેલ હોય જે 13 વાહનચોરીનો ભેદ ઉકેલી 12 બાઈક જેની કીમત આશરે 5 લાખ તે કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.