• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 6, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

આરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ સહીત તમામ બાબતોની સમીક્ષા અને મૂલ્યાંકન હવે એક જ સ્થળેથી

ગાંધીનગરમાં નિર્માણ પામ્યું 'આરોગ્ય સમીક્ષા કેન્દ્ર', હેલ્પલાઇન નંબર 104 દ્વારા દર્દીલક્ષી ફીડબેક ફોન પણ કરવામાં આવશે

My Samachar by My Samachar
June 4, 2025
in ગાંધીનગર, ગુજરાત
Reading Time: 1 min read
A A
આરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ સહીત તમામ બાબતોની સમીક્ષા અને મૂલ્યાંકન હવે એક જ સ્થળેથી
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-ગાંધીનગર:

રાજ્યના નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી આરોગ્ય વિષયક સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઇ શકે તે માટે ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર તૈયાર કરાયું છે.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આવતીકાલે ગાંધીનગર સ્થિત નવનિર્મિત આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે.

આરોગ્ય વિભાગની અલગ-અલગ શાખાઓ દ્વારા અમલીકૃત આરોગ્યલક્ષી કાર્યક્રમો/સેવાઓને સંકલિત રીતે એક જ સ્થાનેથી આરોગ્ય સમીક્ષા કેન્દ્રના માધ્યમથી નિયમિત ફોલો-અપ, નિયત લક્ષ્યાંકોને સિદ્ધ કરવા સમીક્ષા અને જિલ્લાવાર સેવાઓથી વંચિત રહેલ લાભાર્થીઓ સુધી પહોંચવા ત્વરિત ફિડ-બેકનું તૈયાર કરાયેલ માળખું અસરકારક સાબિત થશે.

ગુજરાત સરકાર દ્વારા લોકોને ઘરે બેઠા ફોન ઉપર આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સબંધી કોઈ પણ સલાહ, સૂચન કે પરામર્શ મળી રહે તે માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં હેલ્થ હેલ્પલાઇન નંબર ૧૦૪ કાર્યરત કરાયો છે તથા PMJAY હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.

-આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં શું કામગીરી થશે

આરોગ્યલક્ષી તમામ કાર્યક્રમો-યોજનાઓના અસરકારક અને પરિણામલક્ષી અમલ માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ આરોગ્યલક્ષી પ્રોગ્રામોના ડેટાબેઝના ડેશ બોર્ડને સંકલિત કરી એક જ કેન્દ્ર ખાતે મોનિટરિંગ કરી શકશે. આરોગ્ય વિભાગના મહત્ત્વના પ્રોગ્રામોમાં જિલ્લા અધિકારીઓ, કર્મચારીઓ વગેરેને ત્વરિત ફીડ-બેક આપી આરોગ્ય સેવાઓના અમલીકરણમાં રહી ગયેલ કામગીરીને ઓળખીને ઝડપી ગુણાત્મક સુધારો કરી શકાય તે માટે સરળતાથી સંવાદ સાધી શકાય તે માટેની ઓડિયો-વિઝ્યુલ્સ વ્યવસ્થા, વિવિધ અમલીકરણ થતી સેવાઓના લાભાર્થીઓના ડિજિટલ ડેટા અને ડેશબોર્ડ સાથેની સ્ટેટ ઓફ આર્ટની વ્યવસ્થા કરાઈ છે. કુદરતી આપત્તિઓ, રોગચાળાઓ, વગેરે જેવી વિપરીત અને કટોકટીની પરિસ્થિતિઓમાં રાજ્યના તમામ જિલ્લાઓને રાજય કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ, તજજ્ઞો સંકલિત રીતે ઓડિયો-વિઝ્યુઅલ્સ દ્વારા પરામર્શ થકી નીતિવિષયક નિર્ણયો અને અમલવારીની જાણ કરી ઉચ્ચ કક્ષાએ નિયત થયેલ રણનીતિઓ મુજબ ત્વરિત અમલીકરણ કરાવવાનું અસરકારક માધ્યમ આરોગ્ય સમીક્ષા કેન્દ્ર બની રહેશે.

આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સુવિધાઓ:

  • અદ્યતન ઓડિયો વિઝ્યુઅલ્સ કોન્ફરન્સ રૂમ, ૧૨ ટર્મિનલ્સ સાથેની વ્યવસ્થા.
  • વિડિયો કોન્ફરન્સ માટેનો મિટિંગ રૂમ તેમજ ફરજ પરના અધિકારીઓ માટેની બેઠક વ્યવસ્થાઓ.
  • એક સાથે કુલ ૧૦૦ જેટલા તાલીમબદ્ધ કોલ-ટેકર્સ દ્વારા આરોગ્ય વિભાગની ફ્લેગશીપ યોજનાઓના/સેવાઓના લાભાર્થીઓને નિયત કરેલ પ્રશ્નાવલીઓ મુજબ જુદી-જુદી આરોગ્યલક્ષી સેવાઓ અંગે પરામર્શ, સલાહ, સૂચન, અને માર્ગદર્શનની માટેની અદ્યતન કોલ સેંટરની વ્યવસ્થા.
  • વિશિષ્ટ સીએડી (CAD) કોલ સેન્ટર એપ્લિકેશન થકી વ્યવસ્થિત કોલ રેકોર્ડિંગ અને પુરાવા, તાલીમ અને ગુણવત્તા નિયંત્રણ માટે સુરક્ષિત રીતે માહિતીનું સંચાલન અને સંગ્રહ કરવા માટે EMRI GHS દ્વારા ડિઝાઇન અને અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
  • રાજ્યના જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય અધિકારીઓ સાથે સમયાંતરે ટુ વે કમ્યૂનિકેશન વિડિયો કોન્ફરન્સિગ અને સંવાદની વ્યવસ્થા.
  • આરોગ્ય વિભાગના અમલીકૃત મહત્ત્વના કાર્યક્રમોના ડેશબોર્ડનું મોનિટરિંગ અને ફીડ-બેક માટેની વ્યવસ્થા.
  • આરોગ્ય વિભાગના રાજ્ય તથા જિલ્લા કક્ષાના સંપૂર્ણ માળખાના અધિકારીઓ, કર્મચારીઓને ત્વરિત સંપર્ક માટે ડિજિટલ ક્લિક ટુ કૉલની વ્યવસ્થા.
  • જિલ્લા અને તાલુકા કક્ષાએ અધિકારીઓનું અદ્યતન માહિતીથી સશક્તિકરણ.

SendShareTweetShare

Join Us on Social

Recent News

હથોડો : જામનગરના ઉદ્યોગ એસો.ના હોદ્દેદારના કારખાનાને ગાંધીનગરથી લાગશે તાળું !

અંધારૂ : પ્રદૂષણ બદલ ઉદ્યોગો પાસેથી વસૂલાતી રકમ વણવપરાયેલી !

June 5, 2025
અરજી બાદ ગુન્હો દાખલ ના કરવા પોલીસ કોન્સ્ટેબલે અઢી લાખ માગ્યા

અરજી બાદ ગુન્હો દાખલ ના કરવા પોલીસ કોન્સ્ટેબલે અઢી લાખ માગ્યા

June 5, 2025
જામનગર જિ.પં.ના સિંચાઈવિભાગમાં ભ્રષ્ટાચારની ‘ખેતી’ અને લીલાલહેર !!

જામનગર જિ.પં.ના સિંચાઈવિભાગમાં ભ્રષ્ટાચારની ‘ખેતી’ અને લીલાલહેર !!

June 5, 2025
સરકારના કૃષિ સહિતના વિભાગોમાં થયેલી RTI અરજીઓના આંકડા…

RTIમાં આવકારદાયક ફેરફારો, પણ અમલની ખાતરી કોણ આપશે ?

June 5, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

હથોડો : જામનગરના ઉદ્યોગ એસો.ના હોદ્દેદારના કારખાનાને ગાંધીનગરથી લાગશે તાળું !

અંધારૂ : પ્રદૂષણ બદલ ઉદ્યોગો પાસેથી વસૂલાતી રકમ વણવપરાયેલી !

June 5, 2025
અરજી બાદ ગુન્હો દાખલ ના કરવા પોલીસ કોન્સ્ટેબલે અઢી લાખ માગ્યા

અરજી બાદ ગુન્હો દાખલ ના કરવા પોલીસ કોન્સ્ટેબલે અઢી લાખ માગ્યા

June 5, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®