Mysamachar.in-જામનગર
મહેસુલી કર્મચારીઓ કોરોના મહામારી સામેની લડતમાં રાતદિવસ કામગીરી કરી રહ્યા છે, તેમજ આ અંતર્ગતની કામગીરીના ભાગરૂપે થતી વિવિધ કામગીરીઓમાં લોકોના સીધા સંપર્કમાં આવતા હોય છે.ખાસ કરીને પરપ્રાંતીય લોકોને તેમના વતનમાં મોકલવા અંગે થતી કામગીરી બાબતે નોંધણીથી લઇને તેમને જે-તે જિલ્લામાંથી બસમાં બેસાડી તેમના વતન જતી ટ્રેનમાં બેસાડવા સુધીની કામગીરીમાં મહેસૂલી કર્મચારી સીધા સંકળાયેલો હોય છે, અને લોકોના સીધા સંપર્કમાં આવે છે આ ઉપરાંત તેમની પાસેથી ભાડાના નાણાં રોકડમાં ઉઘરાવવાના કિસ્સામાં પણ મહેસૂલી કર્મચારી ચલણી નોટો કે જે કોરોના વાયરસના સુપર સ્પ્રેડરની કેટેગરીમાં આવે છે તે નવી ચલણી નોટો પણ હાથો-હાથ ઉઘરાવીને રેલવે તંત્ર પહોચાડતા હોય છે, જે ઘણી ખતરનાક સાબિત થાય છે,
આ બાબતે અગાઉ પણ તારીખ 13-5-20ના રોજ પત્ર દ્વારા યોગ્ય પગલા ભરવા તેમજ આ નાણા સીધા રેલવેતંત્ર દ્વારા લેવામાં આવે તેવી પણ રજૂઆત સરકારમાં તમામ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ હતી છતાં આજદિન સુધી કોઇ તકેદારીના પગલા ભરાયા નથી અને હાલ પણ આ કામગીરી ચાલુમાં જ છે અને જે કારણે અમદાવાદમાં એક મહેસુલી કર્મચારીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, અને ઘણા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયેલ જે ઘણી ગંભીર બાબત છે.જ્યારે લોકોને બસમાં બેસાડવા કે તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા વિગેરે જેવી વિવિધ કામગીરી આરટીઓ કચેરી તેમજ અન્ય વિવિધ કામગીરીઓ જુદા જુદા વિભાગ વિભાગોની સ્પર્શતી છે,
છતાં સદર તમામ જુદા જુદા વિભાગોને સ્પર્શતી બધી જ કામગીરી માત્ર મહેસૂલી કર્મચારીના જીવનને ખતરો હોય તે બાબતે પણ પૂરતી તકેદારીના પગલા ના લેવાય કે યોગ્ય વ્યવસ્થા ના ગોઠવાય તેવા સંજોગોમાં અગાઉ જણાવ્યા અનુસાર મહેસુલી કર્મચારીઓની જીવનની સલામતી ખાતર આ કામગીરીનો સર્વે મહેસુલી કર્મચારીઓ બહિષ્કાર કરીએ છીએ તેમ ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારીઓએ જાહેર કર્યુ છે તે મુજબ જામનગર મહેસુલી કર્મચારી મંડળ દ્વારા પણ આ કામગીરીનો બહિષ્કાર કર્યો છે.