Mysamachar.in-ગાંધીનગર:
એક સમયે ભાજપના નેતાઓ જાહેર મંચ પરથી કોંગ્રેસમુક્ત ગુજરાતની વાતો કરતાં ખૂબ સાંભળવા મળતા હતા.પરંતુ આજે એ જ ભાજપનું ઘર કોંગ્રેસયુકત બની રહ્યું હોય અને ભાજપના નેતાઓ ઉમળકાભેર કોંગ્રેસના નેતાઓને આવકારવા “કમલમ”ના ઉમરે ઊભા હોય એ બાબત વિચારતા મૂકી દે તેવી છે,

અત્યારના તો આમથી તેમ પક્ષપલ્ટાની મોસમ શરૂ થઈ છે. એવામાં આજે માણાવદરના કોંગી ધારાસભ્ય જવાહર ચાવડાએ ઓચિંતું નાળીયેર ભાજપ ભણી ફેંકતા ભાજપમાં તો આનંદની લાગણી છવાઈ ચૂકી છે અને આજે ગાંધીનગર “કમલમ” કાર્યાલય ખાતે જવાહર ચાવડા વિધિવત ભાજપમાં પ્રવેશ કરીને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંત્રી જયેશ રાદડીયા તેમજ ભાજપના આગેવાનોએ ખેસ પહેરાવીને મીઠા મોઢા કર્યા હતા,

વાત તો એવી પણ છે કે જવાહર ચાવડાને મંત્રીમંડળમાં સ્થાન પણ આપી દેવાનું છે, ત્યારે સ્વાભાવિક છે કે વર્ષોથી તળીયા ઘસતા કાર્યકરો અને આગેવાનોમાં જવાહરભાઈની ઝંપથી નારાજગીનું વાતાવરણ છે, પણ શું કરવું શિસ્તવાળો પક્ષ છે એટલે બોલવાની મનાઈ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.