Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત RERA એ પોતાના અગાઉના 2 ચુકાદાઓ કરતાં તદ્દન વિરોધાભાસી નિર્ણય જાહેર કર્યો છે. અગાઉ એવી વ્યવસ્થાઓ હતી કે, જો તમે રિ-ડેવલપમેન્ટ થયેલી નવી સોસાયટીના રહેવાસી છો તો અગાઉની તમારી સોસાયટીના બિલ્ડર્સ વિરુદ્ધ સેલડીડ સંબંધિત ફરિયાદ RERA માં ન કરી શકો, હવે RERA એ આ ચુકાદાઓ કરતાં વિરુદ્ધનો નિર્ણય જાહેર કર્યો છે.
RERA એ જાહેર કર્યું છે કે, કોઈ રહેવાસી RERA માં નોંધાયેલા પ્રોજેક્ટમાં અગાઉ રહેતાં હોય અને બાદમાં રિ-ડેવલપમેન્ટ થયેલી સોસાયટીમાં રહેતાં હોય તેઓને ઓછી જગ્યા મળી કે બાંધકામ મટીરીયલ્સ બરાબર નથી વગેરે પ્રકારની ફરિયાદ RERA માં કરી શકાશે અને આવા મામલામાં RERA માં નોંધાયેલી જૂની સોસાયટીના બિલ્ડર્સએ અગાઉના સેલડીડ RERA સમક્ષ જાહેર કરવા પડે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ મામલામાં બિલ્ડર્સએ એવો વાંધો લીધો હતો કે, અગાઉની સોસાયટીમાં બિલ્ડર્સ અને રહેવાસી વચ્ચે વેચાણ સંબંધિત જે શરતો લાગુ થયેલી હોય, તે શરતોનું પાલન રિ-ડેવલપમેન્ટ થયેલી સોસાયટીમાં કરવું ડેવલપર માટે કે અગાઉની સોસાયટીના બિલ્ડર્સ માટે ફરજિયાત નથી. જો કે RERA એ બિલ્ડર્સનો આ વાંધો ફગાવી રહેવાસીઓના અધિકારને રક્ષણ આપ્યું છે. ટૂંકમાં, રિ-ડેવલપમેન્ટ પ્લાન અગાઉના જૂના મકાનના સેલડીડને પણ ફરિયાદ સંબંધે ધ્યાન પર લેવામાં આવશે.
